બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Mark Zuckerberg Loses More Than $6 Billion In Hours After Facebook Outage

BIG NEWS / FB, WhatsApp ની સાથે ઝકરબર્ગની સંપત્તિ થઈ ગઈ 'ડાઉન', કલાકોમાં જ આટલા હજાર કરોડ ગુમાવ્યા

Published By: Parth

Last Updated: 09:24 AM, 5 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેસબુક અને WhatsApp ની સેવાઓ બાધિત થવાના કારણે કંપનીની સાથે સાથે ઝકરબર્ગને પણ જોરદાર ઝટકો લાગ્યો છે.

  • ફેસબુકનાં વિવિધ પ્લેટફોર્મ ડાઉન થતાં દુનિયાભરમાં હાહાકાર 
  • ઝકરબર્ગે એક જ દિવસમાં ગુમાવ્યા 6 અબજ ડોલર 
  • દુનિયાના સૌથી અમીરોની લીસ્ટમાંથી પછડાયા ઝકરબર્ગ 
  • આખરે કરોડો યુઝર્સની માંગી માફી 

ઝકરબર્ગની સંપત્તિમાં ધબડકો 
સોમવારે લોકપ્રિય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક  (Facebook), ઈન્સટાગ્રામ (Instagram) અને WhatsApp નું સર્વર આખી દુનિયામાં ડાઉન થયું હતું. સર્વર ડાઉનની ઘટના બાદ ફેસબુકનાં શેર પણ જોરદાર રીતે ધોવાયા હતા અને કંપનીનાં માલિક તથા CEO માર્ક ઝકરબર્ગની નેટવર્થ એક જ દિવસમાં 45,555 કરોડ રૂપિયા ઓછી થઈ ગઈ છે. દુનિયાના સૌથી અમીરોની લીસ્ટમાં પણ ઝકરબર્ગ ચોથા સ્થાન પરથી એક સ્થાન નીચે આવી ગયા છે. 

બિલ ગેટ્સ કરતાં પણ ઓછી થઈ ગઈ સંપત્તિ 
સર્વર ડાઉનની ઘટના બાદ સોમવારે જ ફેસબુકનાં શેર 4.9 ટકા ધોવાઈ ગયા અને સપ્ટેમ્બર મહિના બાદથી કંપનીના શેર 15 ટકા ઘટી ગયા છે. Bloomberg Billionaires Index અનુસાર ફેસબુકનાં શેરમાં પછડાટ બાદ 122 અબજ ડોલર રહી ગઈ છે જે થોડા દિવસ પહેલા 140 અબજ ડોલર હતી. હવે ઝકરબર્ગની સંપત્તિ બિલ ગેટ્સ કરતાં પણ ઓછી છે, બિલ ગેટ્સની સંપત્તિ 124 અબજ ડોલર છે. 

 ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જરની સર્વિસિઝ અનેક કલાકો સુધી બંધ રહી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જરની સર્વિસિઝ અનેક કલાકો સુધી પ્રતિબંધિત રહી. મેસેજિંગ એપ્સે ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં અનેક કલાકો સુધી કામ કરવાનું  બંધ કરી નાંખ્યું હતુ. જો કે કંપનીએ તાત્કાલિક નિવેદન જારી કરતા જણાવ્યું કે તે આને બરાબર કરવામાં લાગી છે અને જલ્દી તેને કાર્યરત કરવામાં આવશે. ભારતમાં મંગળવારે લગભગ 4 વગ્યે 3 મખ્ય એપે ફરી કામ કરવાનું શરુ કરી દીધું. જ્યાં સુધી એપ્સ ડાફન રહી યુઝર્સ ઘણા હેરાન થયા.

ગત રાત લગભગ 9 વાગે આ એપ્સે કામ કરવાનું બંધ કરી દીધું
ભારતમાં ગત રાત લગભગ 9 વાગે આ એપ્સે કામ કરવાનું બંધ કરી દીધું હતુ.  વોટ્સએપ પર લોકો મેસેજ નહોંતા મોકલી શકતા તો ઈન્સ્ટાગ્રામ પર કોઈ નવી પોસ્ટ નહોતી દેખાઈ. આ ઉપરાંત ફેસબુક પર યુઝર્સ પોસ્ટ કરવામાં અસમર્થ હતા. ફેસબુક અને તેમના સહયોગી એપ્સના ડાઉનની પાછળનું કારણ હજું જાણી શકાયુ નથી.  સોશિયલ મીડિયા યુઝર્સે એપ્સની સમસ્યા અંગે ટ્વિટરના માધ્યમથી જાણકારી આપવાનું શરુ કરી દીધું હતુ. ટ્વિટર પર ફેસબુક, વોટ્સએપ અને ઈન્ટાગ્રામ સંબંધિત હૈશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા. તો મિમ્સ પણ ખૂબ વાયરલ થયા. 

સર્વિસ બંધ થવાને પગલે ઝુકરબર્ગે માફી માંગી 
ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ફરી ચાલુ કરવાની જાણકારી ફેસબુક અને તેમના સીઈઓ માર્ક ઝકરબર્ગે આપી હતી. જો કે ઝકરબર્ગે લોકોને આ દરમિયાન અસુવિધા માટે દુઃખ વ્યક્ત કર્યુ. ઝુકરબર્ગે કહ્યું કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જર ફરીથી ઓનલાઈન થઈ ગયા છે. અડચણ માટે અફસોસ છે. મને ખબર છે કે તમે જે લોકોની કેર કરો છો તેમની સાથે જોડાઈ રહેવા માટે અમારી સર્વિસ પર ભરોસો રાખો છે. 

ફેસબુકની સેવાઓ ફરી શરુ કરવામાં આવી
ત્યારે ફેસબુકે નિવેદન જારી કરતા કહ્યું કે દુનિયાભરના લોકો અને વ્યવસાયોના વિશાળ સમુદાય માટે જે અમારા પર નિર્ભર છે તેમના માટે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. અમે ફરીથી સેવાઓ કાર્યરત કરવા પ્રયાસ કરી રહ્યા છીએ અને અમને એ જણાવતા ખુશી મળી રહી છે કે એપ્સ ઓનલાઈન થઈ ગઈ છે. ફેસબુકના ચીફ ટેક્નોલોજી ઓફિસર માઈક શ્રોએફરે ટ્વીટક પર કહ્યું કે હાલ ફેસબુક અને અન્ય સેવાઓના બંધ થવાથી અસરગ્રસ્ત તમામ લોકોની ઈમાનદારીથી માફી માંગુ છું. ફેસબુકની સેવાઓ ફરી શરુ કરવામાં આવી છે.

DNS Routing ને કારણે આ સમસ્યા પેદા થઈ હતી
DNS Routing એટલે ડોમેન નેમ સિસ્ટમ જેના દ્વારા યુઝર જે તે વેબસાઈટના નામ દ્વારા તેને ઓપન કરી શકે છે. દરેક વેબસાઈટનું યુનિક આઇપી એડ્રેસ હોય છે પરંતુ તે નંબરમાં હોય એટલે તેને યાદ રાખવું મુશ્કેલ પડતું હોય છે, જેથી તેને ડોમેન નેમ આપવાની એક ટેકનોલોજી બનાવાઈ જેને DNS (DOMAIN NAME SYSTEM) કહે છે. આ સિસ્ટમમાં ગડબડી થઈ હોવાના કારણે યુઝર આ ત્રણેય સોશ્યલ મીડિયાની સર્વિસ કે વેબસાઈટ સુધી પહોંચી શક્યા ન હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

facebook server down mark zuckerberg networth whatsapp service down Facebook

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ