બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / manoj tiwari became father for the third time wife surabhi delivered baby girl

મનોરંજન / 'લક્ષ્મી પછી સરસ્વતી આવી', એક્ટર મનોજ તિવારીએ દીકરીના જન્મને વધાવ્યો, ઈમોશનલ પોસ્ટ

Premal

Last Updated: 06:26 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોજપુરી સિંગર, અભિનેતા અને રાજકારણી મનોજ તિવારી એક વખત ફરીથી પિતા બની ગયા છે. તેમના ઘરમાં ત્રીજી દીકરીનો જન્મ થયો છે. મનોજે સોશિયલ મીડિયામાં પત્નીની તસ્વીરની સાથે આ ખુશખબરી પ્રશંસકોની સાથે શેર કરી છે.

  • રાજકારણી મનોજ તિવારી એક વખત ફરીથી પિતા બન્યાં
  • તેમના ઘરમાં ત્રીજી દીકરીનો જન્મ થયો
  • ટ્વિટર પર પ્રશંસકો સાથે ખુશખબરી કરી શેર 

મનોજ તિવારી ત્રીજી વખત પિતા બન્યાં

મનોજ તિવારી ત્રીજી વખત પિતા બન્યા છે. તેમના ઘરે પુત્રીએ જન્મ લીધો છે. આ ખુશખબર તેમણે સોશિયલ મીડિયામાં પત્ની સુરભિની સાથે આપી છે. મનોજ તિવારીની આ પુત્રી બીજી પત્નીથી થઇ છે. આની પહેલા 2020માં પણ તેઓ પુત્રીના પિતા બન્યા છે. પહેલી પત્ની રાની તિવારીથી તેમની એક પુત્રી છે. 2012માં મનોજ તિવારી પોતાની પહેલી પત્નીથી અલગ થયા હતા. હવે મનોજ ત્રણ દીકરીઓના પિતા બન્યાં છે. ટ્વિટર પર પ્રેમભર્યા મેસેજની સાથે તેમણે દીકરીનુ સ્વાગત કર્યુ છે.

લક્ષ્મી બાદ આવી સરસ્વતી

મનોજ તિવારી 51 વર્ષની ઉંમરમાં ત્રીજી વખત પિતા બન્યાં છે. તેમણે પોતાની પત્નીની તસ્વીરની સાથે કેપ્શન લખ્યું છે, ખૂબ ઉત્સાહની સાથે તમને જણાવુ છુ કે મારા ઘરમાં લક્ષ્મી બાદ સરસ્વતીનુ આગમન થયુ છે. આજે ઘરમાં પ્રેમાળ દીકરીનો જન્મ થયો છે. આ દીકરીને તમે શુભ આશીર્વાદ આપો. સુરભિ-મનોજ તિવારી.

2020માં થયા હતા બીજા લગ્ન 

હાલમાં મનોજ તિવારીએ પત્ની સુરભીનો ગોદભરાઈનો વીડિયો શેર કર્યો હતો. આ સાથે લખ્યું હતુ, અમુક ખુશીઓને આપણે શબ્દોમાં કહી શકતા નથી. માત્ર મહેસૂસ કરીએ છીએ. મનોજ તિવારીએ 2020માં બીજા લગ્ન કર્યા હતા. તે વર્ષે તેમની દીકરી સાન્વિકાનો જન્મ થયો હતો. તેમની પહેલી પત્નીની દીકરીનુ નામ રીતિ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ