બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:26 PM, 10 June 2024
હિંસાગ્રસ્ત મણિપુરમાં હવે ખુદ સીએમ પણ અસલામત બન્યાં છે. આતંકવાદીઓએ સોમવારે સીએમ એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર હુમલો કર્યો. આતંકવાદીઓએ તેમના કાફલા પર ધડાધડ ગોળીબાર કર્યો હતો એક સિક્યુરીટી જવાન ઘાયલ થયાં હતા. સદનસીબે સીએમનો આબાદ બચાવ થયો હતો. સીએમ એન બિરેન સિંહનો સુરક્ષા કાફલો મણિપુરના હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લામાં જઈ રહ્યો હતો, પરંતુ તે દરમિયાન અચાનક આતંકવાદીઓએ ફાયરિંગ શરુ કરી દીધું હતું જોકે સુરક્ષા જવાનોએ પણ મોરચો સંભાળી લીધો હતો અને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ લખાઈ રહ્યું છે કે ત્યાં સુધી ફાયરિંગ ચાલું હતું.
ADVERTISEMENT
પોલીસ ચોકીઓ ફૂંકી મારી, 50થી વધુ ઘરોને આગ
સીએમના કાફલા પર હુમલાની ઉપરાંત આતંકવાદીઓએ જીરીબામમાં બે પોલીસ ચોકીઓ, વન વિભાગની ઓફિસ અને 50 થી વધુ ઘરોને આગ ચાંપી દીધી હતી. આ પછી જીરીબામ જિલ્લામાં સ્થિતિ તંગ બની હતી અને તાબડતોબ વધારાના જવાનો તહૈનાત કરીને પરિસ્થિતિને કાબુમાં લાવવાનો પ્રયાસ કરાયો હતો. લમતાઈ ખુનૌ, દિબોંગ ખુનૌ, નુનખાલ અને બેગરા ગામમાં 70 થી વધુ ઘરોને આગ લગાડવામાં આવી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : રાષ્ટ્રપતિ ભવનમાં દીપડો? મંત્રીની શપથ દરમ્યાન આ વાયરલ વીડિયોએ મચાવ્યો હડકંપ, જુઓ Video
ખેડૂતની હત્યા બાદ હિંસા
ADVERTISEMENT
જીરીબામમાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા 59 વર્ષીય વ્યક્તિની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. સોઇબામ સરતકુમાર સિંહ નામનો વ્યક્તિ 6 જૂને પોતાના ખેતરમાં ગયા બાદ ગુમ થઈ ગયો હતો. બાદમાં તેની લાશ મળી આવી હતી જેના પર ધારદાર ઘાના નિશાન હતા. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના મે મહિનાથી ચાલી રહેલી જાતિ હિંસામાં 200 થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.