ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / રાષ્ટ્રપતિ ભવનમાં દીપડો? મંત્રીની શપથ દરમ્યાન આ વાયરલ વીડિયોએ મચાવ્યો હડકંપ, જુઓ Video

વાયરલ / રાષ્ટ્રપતિ ભવનમાં દીપડો? મંત્રીની શપથ દરમ્યાન આ વાયરલ વીડિયોએ મચાવ્યો હડકંપ, જુઓ Video

Last Updated: 03:16 PM, 10 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિ ભવનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક રહસ્યમય પ્રાણી દેખાઈ રહ્યું છે અને કેટલાક લોકો કહી રહ્યા છે કે તે દીપડો છે.

ADVERTISEMENT

કેન્દ્રમાં નવી સરકારની રચના માટે રવિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભવ્ય શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક વિચિત્ર ઘટના સામે આવી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં શપથ ગ્રહણ મંચની પાછળ એક પ્રાણી જોવા મળી રહ્યું છે, જેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આ વાયરલ વીડિયો જોઈને કેટલાક લોકો કહી રહ્યા છે કે દીપડો છે તો કેટલાક લોકો તેને રાષ્ટ્રપતિ ભવનની પાલતુ બિલાડી કહી રહ્યા છે. આ પ્રાણી બિલાડી જેવું દેખાતું હોવા છતાં તેનું કદ મોટું છે. જો કે આ શું છે એ હજુ સુધી ખબર પડી નથી અને વીડિયો જોઈને લોકો અલગ અલગ અંદાજો લગાવી રહ્યા છે.

મધ્યપ્રદેશના બેતુલના બીજેપી સાંસદ દુર્ગાદાસ જ્યારે પોતાનું પેપરવર્ક પૂરું કરી રહ્યા હતા ત્યારે વીડિયોમાં આ પ્રાણી જોવા મળ્યું હતું. આ પછી તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અભિવાદન કરવા આગળ વધે છે. આ સમય દરમિયાન, પ્રાણી રાષ્ટ્રપતિ ભવનની સીડીઓ પાસે આરામથી ચાલતું જોવા મળે છે. તે સમયે ઘણા લોકો સ્થળ પર ઉભા જોવા મળે છે. જો કે આ વીડિયોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

વધુ વાંચો: BIG NEWS : મણિપુરના મુખ્યમંત્રીના કાફલા પર આતંકી હુમલો, હાઈવે પર મચી અફરાતફરી

શપથ ગ્રહણ સમારોહના કવરેજમાં પણ આવો જ વીડિયો જોવા મળે છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘણા યુઝર્સે એવા સવાલ પણ પૂછ્યા છે કે રાષ્ટ્રપતિ ભવનમાં જંગલી પ્રાણીઓ આવી રીતે કેવી રીતે ફરે છે? આખરે સુરક્ષાકર્મીઓ ક્યાં છે અને શું કરી રહ્યા છે? કંટ્રોલરૂમના સુરક્ષાકર્મીઓ ક્યાં છે અને સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે કે કેમ?

સંકળાયેલા મુદ્દાઓ

Rashtrapati Bhavan Rashtrapati Bhavan Viral Video Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ