રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કમોસમી વરસાદનાં કારણે ખેતીમાં નુકશાન થવા પામ્યું છે. ખેડૂતોને વળતર મળે તે માટે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવશે.
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે. વરસાદનાં કારણે ખેતરમાં ઉભો પાક પડી જવા પામ્યો છે. તો બીજી બાજુ કમોસમી વરસાદનાં કારણે ઘઉં સહિતના પાકમાં નુકશાન થવા પામ્યું છે.
ખેડૂતોને વળતર આપવામાં આવે: વિમલ ચુડાસમા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. કમોસમી વરસાદથી કેરીના અડધાથી વધુ પાકને નુકસાન પહોચ્યું. ચાલુ વર્ષે ગીર સોમનાથની માત્ર 30 ટકા કેરી માર્કેટમાં આવશે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કેરીના પાક મુદ્દે કર્યો દાવો કે કમોસમી વરસાદથી 70 ટકા કેરીના પાકને નુકસાન થયુ છે. કેરી પકડવતા ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી કોંગ્રેસની માગ છે. કમોસમી વરસાદથી કેરીને નુકસાનની CMને કોંગ્રેસ રજૂઆત કરશે.. સૌથી વધુ કેરી ગીર સોમનાથમાં થાય છે.. માત્ર 30 ટકા કેસર કેરી માર્કેટમાં આવશે.. વર્ષમાં એકવાર લેવાતો પાક એ કેરીનો છે. 3 વર્ષના વાવેતર બાદ કેસર કેરીનો પાક મળે છે.. ખેડૂતોને વળતર મળે તે માટે CM અને કૃષિમંત્રીને રજૂઆત કરીશુ આ સાથે પાક નુકસાનીનું વળતર મળે એ માટે સરકાર સમક્ષ માગ કરવાની વાત પણ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરી છે.