બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Mangal Uday mars rise in january 5 zodiac signs suddenly get money new opportunities in career

ધર્મ / Mangal Uday: જાન્યુઆરીમાં ગ્રહોના સેનાપતિ મંગળનો થશે ઉદય, આ 5 રાશિના જાતકોને ઘી-કેળાં

Arohi

Last Updated: 01:31 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mangal Uday: જાન્યુઆરીમાં મંગળનો ઉદય થવાનો છે. મંગળનો ધન રાશિમાં ઉદય 5 રાશિઓનું ભાગ્યોદય કરશે અને કરિયરમાં નવી તકોથી લઈને પૈસા સુધી બધું જ તેની સાથે મળશે.

  • 14 જાન્યુઆરીએ મંગળનો ઉદય 
  • ધન રાશિમાં થશે મંગળનો ઉદય 
  • આ 5 રાશિના લોકોને ઘી-કેળા 

મંગળનો 14 જાન્યુઆરીએ ધન રાશિમાં ઉદય થશે. આ લાલ ગ્રહનો ઉદય થવાથી પરાક્રમ, સાહસ, આત્મબળ પણ વધશે. સાથે જ પર્સનલ લાઈફ પ્રભાવિત થશે. મંગળની ઉદય સ્થિતિ 5 રાશિઓના માટે વરદાન છે. જાણો કોનો સમય સારો આવવાનો છે. 

2024માં ઘણા ગ્રહોની રાશિ અને ચાલ બદશે. તેમાંથી એક મંગળ ગ્રહ. નવા વર્ષના પહેલા મહિનામાં લાલ ગ્રહ ઉદય થશે. મંગળ ગ્રહ પાછલા 21 સપ્ટેમ્બરથી સ્થિત અવસ્થામાં ફરી રહ્યું છે. આ વખતે 14 જાન્યુઆરીએ ધન રાશિમાં ઉદય થશે. ઉદય થવા પર મંગળ પોતાનું પૂર્ણ ફળ આપશે. ધન, ભૂમિ, વર્ચસ્વ બધુ જ મળશે. મંગળના ઉદય થવાથી 5 રાશિના જાતકોની સંપત્તિમાં વૃદ્ધિ થશે. સાથે જ અચાનક ધન લાભના યોગ બનશે. જાણો મંગળની ઉદય સ્થિતિ કોના માટે શુભ છે. 

મેષ 
મંગળની ઉદય સ્થિતિ મેષ રાશિના જાતકો માટે અનુકુળ સાબિત થશે. મંગળ તમારી રાશિના નવમાં ભાવમાં ઉદય થશે. આ રાશિના જાતક ભાગ્યશાળી રહેશે. આ સમય તમારી યોજનાઓ પણ સફળ થશે. તમારા કરિયર સાથે જોડાયેલી સારી ઓફર મળી શકે છે. વ્યાપારમાં લાંબા સમયથી અટકેલી યોજનાઓ ફરીથી શરૂ થશે. જમીનની ખરીદ-વેચાણથી પણ તમને લાભ થશે. 

સિંહ 
સિંહ રાશિના જાતકો માટે મંગળનો ઉદય શુભ છે. આ રાશિના પાંચમાં ભાવમાં મંગળ ઉદય થઈ રહ્યો છે. સંતાન સાથે જોડાયેલી કોઈ સારી ખબર મળી શકે છે. સંતાનને નોકરી મળી શકે છે. અથવા તો તેમના વિવાહ થઈ શકે છે. પુનઃ વિવાહિત જાતકોને પ્રજનન ક્ષમતા પ્રાપ્ત થઈ શકે છે. આ રાશિના જાતકોને ગાડી અને સંપત્તિ મળી શકે છે. તમારૂ ભાગ્યોદય થશે. કામ અને બિઝનેસના સિલસિલામાં યાત્રા થઈ શકે છે. 

તુલા 
તુલા રાશિના જાતકો માટે મંગળ ગ્રહનો ઉદય ફાયદાકારક સાબિત થશે. આ ગ્રહ તમારી રાશિના ત્રીજા ભાવમાં ઉદય થઈ રહ્યો છે. તેના માટે તુલાસ રાશિ વાળોને સાહસ અને પરાક્રમ વધશે. આ રાશિના જાતકોનો પરિવારના બધા સદસ્યોની સાથે પ્રેમપૂર્ણ સંબંધ રહેશે. 

તમને શુભ સમાચાર મળી શકે છે. ભાઈ-બહેનનો સહયોગ મળશે. સાથે જ વિદેશી વ્યાપાર કે નોકરી સાથે જોડાયેલા જાતકોને આ સમયે સારો ધન લાભ થઈ શકે છે. બેંક બેલેન્સ વધશે. આવક વધારવામાં સફળતા મળશે.

વૃશ્ચિક
આ રાશિનો સ્વામી મંગળ છે. આ ગ્રહનું ગોચર તમારી કુંડળીના ધન સ્થાનમાં ઉદય થશે. તો તમને 2024ની શરૂઆતમાં અચાનક ધન લાભ થઈ શકે છે. રોકાયેલા પૈસા તમને પરત મળી શકે છે. 

જીવનસાથીની સાથે સંબંધ પહેલાથી વધારે સારો રહેશે. તમારા પાર્ટનર સાથે જોડાયેલી સંપત્તિની માત્રામાં વૃદ્ધિ થશે. મંગળના પ્રભાવથી આ રાશિના જાતકોને સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. 

ધન 
આ રાશિના લગ્નમાં મંગળનો ઉદય થશે. તેના પ્રભાવથી 2024માં ધન રાશિના લોકોનું સાહસ અને પરાક્રમ વધશે. સાથે જ આત્મવિશ્વાસ પણ વધશે. આ રાશિના વિવાહિત જાતકોને જીવનસાથેનો સહયોગ મળશે. આ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે. આ સમયે તમે પરિવારના લોકોની સાથે મળીને કોઈ મોટા નિર્ણય લઈ શકો છો. નોકરી ઈચ્છતા લોકો માટે આ ગોચર શુભ છે. ધન રાશિના લોકો સંપત્તિ ખરીદી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ