બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Man VS Wild: PM Modi shares the secrets of his life

Man VS Wild / સાબુ પણ ન હતો, મીઠાથી ન્હાતા અને કપડાં ધોતા: PM મોદીએ શેર કર્યા Secrets

Bhushita

Last Updated: 09:22 AM, 13 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

12 ઓગસ્ટ 2019ના રોજ ડિસ્કવરી ચેનલ પર બેયર ગ્રિલ્સની સાથે પીએમ મોદીએ જાણીતા જિમ કોર્બેટ પાર્કની મુલાકાત લીધી. પ્રધાનમંત્રીએ અહીં વાતોમાં જણાવ્યું કે તેમનું જીવન ખૂબ જ સામાન્ય રહ્યું છે અને બાળપણ તો ગરીબીમાં જ વીત્યું હતું.

પીએમ મોદીએ ડિસ્કવરી ચેનલના જાણીતા શો 'મેન વર્સેઝ વાઈલ્ડ'ના એક કલાકના સ્પેશ્યિલ એપિસોડમાં પ્રકૃતિ સાથેનો તેમનો પ્રેમ દેખાડ્યો અને સાથે તેમના બાળપણ અને પરિવાર વિશેની ચર્ચા કરી. શો દરમિયાન જ્યારે ગ્રિલ્સે તેમને જંગલી જાનવરો સામે રક્ષણ માટે ભાલો બનાવીને આપ્યો ત્યારે તેઓએ કહ્યું મને તેમનાથી કોઈ ડર નથી. આ તમારી સુરક્ષા માટે હું પકડીને ચાલું છું. મારા પિતાએ ક્યારેય મને કોઈ જાનવરને હાનિ પહોંચાડવું કે કેદ કરીને રાખવું શીખવ્યું નથી. મને પ્રકૃતિથી ક્યારેય ભય લાગ્યો નથી. તેઓએ ગ્રિલ્સે જાતે બનાવેલી બોટમાં બેસીને નદીને પાર કરી અને તેમનો આભાર પણ માન્યો. 

પીએમ મોદીએ કહ્યું કે ગરીબીમાં વીતેલા બાળપણમાં અનેક મુશ્કેલીઓ આવી અને ઘણું શીખ્યો. ભણવામાં હું ખાસ ન હતો પણ થોડું કરી લેતો અને જ્યારે સમય મળે ત્યારે પિતાજીને ચાની કીટલી પર મદદ કરતો અને પ્લેટફોર્મ પર દોડીને લોકોને ચા પીવડાવતો. માતાને મારી સાથે ઘણો લગાવ હતો જે આજ સુધી કાયમ રહ્યો છે. મારી સફળતા પર તેઓ હંમેશા ખુશ થતા રહે છે અને તેમના આર્શિવાદ સતત મારી સાથે છે. 

પીએમ મોદીએ એ પણ કહ્યું કે મારી રાજકીય કારકિર્દીની વાત કરીએ તો મેં 13 વર્ષ મુખ્યમંત્રી તરીકે કામ કર્યું છે અને 5 વર્ષ પ્રધાનમંત્રી તરીકે વિકાસના કામોને મહત્વ આપ્યું છે. આ પદભાર સંભાળતા 18 વર્ષના ગાળામાં આ મારી પહેલી રજા હશે.

'મેન વર્સેઝ વાઈલ્ડ'શોના સ્પેશ્યિલ એપિસોડમાં બેયર ગ્રિલ્સ સમયથી 15 મિનિટ વહેલાં પહોંચ્યા હતા અને સાથે જ્યારે પીએમ આવ્યા ત્યારે પીએમએ ગ્રિલ્સનું સ્વાગત કરતાં પૂછ્યું કે શું તેઓ પહેલી વાર ભારત આવ્યા છે ત્યારે તેઓએ કહ્યું તેઓ વિર્દ્યાર્થી હતા ત્યારે લગભગ 18 વર્ષની ઉંમરમાં આવ્યા હતા. ગરીબ પરિવાર હોવાના કારણે તેમની પાસે ન્હાવાના અને કપડાં ધોવાના સાબુ ખરીદવાના પણ રૂપિયા ન હતા. તેઓ મીઠાને ગરમ પાણીમાં નાંખીને તેમાં કપડાં ડબોડીને ધોતા અને ન્હાવા માટે પણ મીઠાના ગરમ પાણીનો ઉપયોગ કરતા. તેનાથી શરીર અને કપડાં સાફ થઈ જતા. 

બાળપણથી સામાન્ય અને ગરીબીમાં ઉછરેલા પીએમ મોદી આજે પણ સામાન્ય જીવન જીવે છે તેનું આ જ કારણ છે. પીએમ મોદીએ અન્ય એક વાત શૅર કરી કે મને બાળપણથી જ સાફ સફાઈ પસંદ છે. મારી પાસે સ્કૂલના કપડાં પ્રેસ કરવા પ્રેસ ન હતી તો ગરમ કોલસાને તાંબાના વાસણમાં રાખીને તાંબાનું વાસણ ગરમ થાય ત્યારે કપડાં પર ફેરવીને પ્રેસ કરતો. શાળામાં હું સારો તૈયાર થઈને જતો. તેથી કોઈ મને કંઈ કહેતું નહીં. 

ફોટો સૌજન્ય- India Today
 

સંકળાયેલા મુદ્દાઓ

Narendra Modi PM modi Pm Shares Life secrets ડિસ્કવરી ચેનલ પીએમ મોદી PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ