બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / બિયોન્ડ વીડિયોઝ / man got ram temple tattooed on his back people are surprised to see the video
Last Updated: 06:21 PM, 3 February 2024
ADVERTISEMENT
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશ વિદેશમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. જે લોકો અયોધ્યા જઈ શક્યા નહોતા તેમણે ભક્તિભાવપૂર્વક રામને યાદ કર્યા હતા. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં યુવકની અનેરી રામભક્તિ જોવા મળી રહી છે, જે જોઈને સહુ લોકો હેરાન રહી ગયા છે. આ યુવકે તેની પીઠ પર ભગવાન રામ અને રામમંદિરનું ચિત્રણ કરાવ્યું છે.
ADVERTISEMENT
આ વિડીયો પર યૂઝર્સ અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. કેટલાક લોકો યુવકના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો પીઠ પર ભગવાન રામનું ચિત્ર બનાવવા બદલ ટીકા કરી રહ્યા છે. આ વિડીયો 22 જાન્યુઆરીના રોજ @ranjeet_rajak_15 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લાઈક મળી છે.
ADVERTISEMENT
યૂઝર્સે આ વિડીયો પર કમેન્ટ કરી હતી કે, ‘તમે રામભક્ત છો, પરંતુ ભક્તિ પ્રદર્શિત કરવા માટે આ જગ્યા યોગ્ય નથી.’, ‘ભગવાન માટે કંઈ કરવું હોય તો તેમની તસવીર નહીં પરંતું જીવનમાં તેમના ચરિત્રનું આચરણ કરો’.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.