બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અજબ ગજબ / ભાવનગર / man designs unique wedding card which can be turned into birds nest know more

ગજબ / લગ્નની કંકોત્રી બની પક્ષીનો માળો : ગુજરાતના ગોહિલ પરિવારનું વેડિંગ કાર્ડ સોશ્યલ મીડિયામાં વાયરલ

Arohi

Last Updated: 03:58 PM, 4 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના એક વ્યક્તિએ એવુ વેડિંગ કાર્ડ છપાવ્યું છે જે ચારે બાજુ તેના જ ચર્ચા છે.

  • ગજબનું આમંત્રણ પત્ર 
  • બની જાય છે ચકલીનો માળો 
  • ગુજરાતના આ પરિવારની અનોખી પહેલ

લગ્નની સીઝન ચાલી રહી છે. એવા સમયે ઘરમાં ખૂબ જ વેડિંગ કાર્ડ ભેગા થઈ જાય છે. જેને બાદમાં પેપર-પસ્તીમાં જ નાખવામાં આવે છે. જોકે ઘણા લોકો લગ્નના કાર્ડને ખૂબ જ યાદગાર બનાવવા માટે તેની પાછળ ખૂબ જ ખર્ચો પણ કરે છે. પરંતુ ગુજરાતના એક વ્યક્તિએ એવું વેડિંગ કાર્ડ છપાવ્યું છે કે તેની ચર્ચા ન્યૂઝ પેપરો સુધી થઈ ગઈ છે. આ કાર્ડ એટલું શાનદાર છે કે એક ચકલી તેમાં સરળતાથી રહી શકે છે. 

કાર્ડ બની ગયું ચકલીનો માળો 
શિવભાઈ રાવજીભાઈ ગોહિલ, ગુજરાતના ભાવનગર જિલ્લાના રહેવાસી છે. તેમણે નિર્ણય કર્યો હતો કે તેમના દિકરાના લગ્નનું આમંત્રણ કાર્ડ અનોખુ અને યાદગાર હોવું જોઈએ. માટે તેમણે એક એવું કાર્ડ બનાવડાવ્યું, જેનો ઉપયોગ કર્યા બાદ મહેમાન તેને કચરામાં ફેંકવાની જગ્યા પર તેને ચકલીના ઘરમાં ફેરવી શકે. જી હાં, આ કાર્ડ માળો બની જાય છે. જેમાં નાના પક્ષિઓ માળો આરામથી બનાવી શકે છે. 

કારણ કે લોકો કાર્ડ કચરામાં ન ફેંકે
45 વર્ષીય શિવભાઈએ જણાવ્યું આ શાનદાર આઈડિયા તેમના દિકરા જયેશે આપ્યો હતો. હકીકતે જયેશ ઈચ્છતા હતા કે તેમના લગ્નનું કાર્ડ એવું હોય જેને ફરી ઉપયોગમાં લઈ શકાય. તે ન હતા ઈચ્છતા કે લોકો આમંત્રણના કાર્ડને કચરામાં ન ફેંકે. આ પરિવાર પ્રકૃતિ પ્રેમી છે. તેમના ઘરમાં પક્ષિઓના ઘણા માળા છે. તે કહે છે કે અમે પર્યાવરણના અનુકુળ જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Wedding card birds nest સોશ્યલ મીડિયા wedding card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ