ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયાનું જળસ્તર સતત વધી રહ્યું છે. તેને લઈ તમામ અહેવાલો આવ્યા છે અને ભવિષ્યમાં આવનારા ખતરા વિશે પણ બતાવવામાં આવ્યું છે. દુનિયાભરના દેશો આ સમસ્યાનો સામનો કરવા માટે વિચારણા કરી રહ્યા છે, જ્યારે એક દેશમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ડાયચે વૈલેના રિપોર્ટ અનુસાર, માલ્ટા નામના દેશમાં દરિયાનું પાણી ઝડપથી ઘટી રહ્યું છે. અહીં પાણીના આ પ્રકારના ઘટાડાને લઈને વૈજ્ઞાનિકો પણ હેરાન છે. લોકો પણ સમજી શકતા નથી કે આવું કેમ થઈ રહ્યું છે.
50 સેન્ટીમીટર સુધી જળસત્રમાં ઘટાડો
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર માલ્ટા અને ગોઝોના દરિયાકાંઠે જળસ્તર રેકોર્ડ સ્તરે નીચે જઈ રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં જળસ્તરમાં 50 સેન્ટીમીટરનો ઘટાડો થયો છે. સતત ઘટતા પાણીને કારણે બીચ લાંબો અને મોટો થઈ રહ્યો છે. એક વર્ષ પહેલા સુધી જે ખડકો અને શેવાળ સમુદ્રની સપાટી નીચે હતા તે હવે કિનારા પર દેખાવા લાગ્યા છે. હવે વૈજ્ઞાનિકો પણ આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરી રહ્યા છે કે જ્યારે દુનિયામાં દરિયાનું જળસ્તર વધી રહ્યું છે તો અહીં 50 સેન્ટીમીટરનો ઘટાડો કેવી રીતે થયો.
આ છે જળસ્તર ઘટવાનું કારણ
ADVERTISEMENT
માલ્ટા કોલેજ ઓફ આર્ટસ, સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સમુદ્ર વિજ્ઞાનના પ્રોફેસર એલ્ડો ડ્રેગો આ ઘટાડા પાછળનું કારણ જણાવે છે. તેઓ કહે છે કે સુનામીના સિદ્ધાંતો અને હાલમાં આવેલા ભૂકંપ સાથે જોડાયેલું છે. તેમનું કહેવું છે કે પૃથ્વી પર સતત કેટલાક ફેરફારો થઈ રહ્યા છે. તેથી અસામાન્ય ઘટનાઓ જોવા મળી રહી છે. જો કે ચિંતા કરવા જેવું નથી. દરિયાનું જળસ્તર ફરી પહેલા જેવું થઈ જશે.
ડરામણા છે નાસાના આંકડા
ADVERTISEMENT
છેલ્લા 100 વર્ષમાં ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયાની સપાટીમાં 6-8 ઈંચ જેટલો વધારો થયો છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા અનુસાર, 2050 સુધીમાં સમુદ્રનું સ્તર 12 ઇંચ (30 સેમી) સુધી વધી શકે છે. જેના કારણે અનેક શહેરો ડૂબી જવાની સ્થિતિમાં હશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT