બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Mallikarjun Kharge reconstitutes CWC; Shashi Tharoor, Sachin Pilot included

રાજનીતિ / 2024 લોકસભા ચૂંટણી પહેલા ખડગેની નવી ટીમનું એલાન, સચિન પાયલટની એન્ટ્રી, ગાંધી પરિવાર સામેલ કે નહીં?

Hiralal

Last Updated: 02:35 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમની નવી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની રચનાની જાહેરાત કરી છે અને તેમાં શશિ થરૂર અને સચિન પાયલટને સ્થાન આપ્યું છે.

  • કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બનાવી નવી CWC
  • શશિ થરૂર અને સચિન પાયલટને CWCના સભ્ય બનાવ્યાં
  • કોંગ્રેસમાં નિર્ણય લેતી ટોચની સંસ્થા છે CWC

ચાલુ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી અને આગામી વર્ષે લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે તેની નવી ટીમ તૈયાર કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ CWCની નવી ટીમની જાહેરાત કરી છે જેમાં કુલ 39 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખડગેએ કોંગ્રેસ સાંસદ શશિ થરૂર અને રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ ઉપરાંત ગાંધી પરિવારના ત્રણેય ચહેરા કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાખવામાં આવ્યા છે જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામેલ છે. 

CWC બીજા કોણ છે સભ્યો
CWCમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, એકે એન્ટની, અંબિકા સોની, અધીર રંજન ચૌધરી, દિગ્વિજય સિંહ, ચરણજીત સિંહ ચન્ની અને આનંદ શર્મા સહિત 39 નેતા સામેલ છે. આ ઉપરાંત 32 કાયમી આમંત્રિતો, 9 ખાસ આમંત્રિતો, યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ, મહિલા કોંગ્રેસ અને સેવાદળના પ્રમુખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સચિન પાયલટ, શશિ થરૂર, અશોક ચવ્હાણ, દીપક બાવરિયાના રૂપમાં નવા નામ સામે આવ્યા છે. CWCમાં ગૌરવ ગોગોઈ, નાસિર હુસૈન, દીપા દાસ મુનશીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ આમંત્રિતોમાં પવન ખેરા, સુપ્રિયા શ્રીનાતે અને અલકા લાંબાનો સમાવેશ થાય છે.

શું છે CWC
CWC એટલે કોંગ્રેસ વર્કિંગ કમિટી. પાર્ટીમાં મહત્વના નિર્ણયો લેતી મોટી સમિતી છે. જો કે, જૂની કમિટીમાંથી આ નવી કમિટીમાં ખાસ કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. યાદી જાહેર થયા પહેલા છેલ્લા ઘણા મહિનામાં બેઠકોના દોર ચાલી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે શ્રેણીબદ્ધ બેઠક કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ