બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / Make Tasty and Healthy raw mango kadhi Recipe in summer Season

રેસિપી / કાચી-પાકી કેરીની આ વાનગી આજ પહેલા નહીં ચાખી હોય, આજે કરો ટ્રાય!

Bhushita

Last Updated: 08:58 AM, 31 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે જ ઘરમાં પડેલી કેરીમાંથી બનાવો સરસ મજાની મીઠી મધુરી કેરીમાંથી આ ખાસ કઢી.

કેરી રસિયાઓ માટે અત્યારે સૌથી શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે. અત્યારે તેઓ કેરીનો કોઈ પર સર છોડવા માંગતા નથી. મનભરીને ફળોના રાજાને માણવા માંગ છે. એવામાં જો રોજ-રોજ એકનો એક કેરીનો રસ ખાઈને કંટાળી ગયા હોવ તો, આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ સરસ મજાની કેરીની કઢીની રેસિપિ. 

  • માણો કેરીની ખાસ વાનગી
  • બનાવી લો કાચી કેરીની કઢી 
  • સ્વાદ એવો કે પડી જશે મજા 

રાજસ્થાની કેરીની કઢી

સામગ્રી

કઢી માટે

-1 કપ કાચી કેરીની પ્યોરી
-1 કપ છાશ
-1/4 કપ ચણાનો લોટ છાશમાં ઓગાળેલું મિશ્રણ
-1/4 ચમચી હળદર
-1/4 ચમચી હિંગ
-મીઠું સ્વાદાનુસાર

બેઝ માટે

-11/2 ચમચી તેલ
-1/2 ચમચી જીરૂં
-1/2 ચમચી મેથી દાણા
-1/2 ચમચી રાઈ
-2 થી 3 નંગ લીલા મરચાં
-2 થી 3 ચમચી બુંદી
-7 થી 8 મીઠા લીમડાના પાન

વઘાર માટે

-1 ચમચી તેલ
-1 ચમચી આદુંની પેસ્ટ
-1 નંગ લીલું મરચું સમારેલું
-કોથમીર
-મેથીની ભાજી

રીત

સૌપ્રથમ એક બાઉલમાં કેરીની પ્યોરીમાં છાશ નાખો. હવે તેમાં ચણાના લોટવાળું મિશ્રણ, હળદર, લાલ મરચું પાવડર, હિંગ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ બેઝ બનાવો. તેના માટે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં રાઈ, મેથી અને લીમડાના પાન નાખીના અડધીથી એક મિનિટ સાંતળો. હવે તેમાં તૈયાર કરેલું કેરીનું મિશ્રણ નાખીને બરાબર મિક્સ કરો. હવે તેમાં બુંદી નાખીને છથી આઠ મિનિટ સુધી ઉકળવા દો. હવે વઘાર માટે એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં આદુંની પેસ્ટ નાખીને સાંતળો. લગભગ અડધી મિનિટ બાદ તેમાં લીલા મરચાં નાખીને સાંતળો. હવે તેમાં કોથમીર અને મેથી ભાજી નાખો. હવે તેમાં થોડી બુંદી નાખીને સાંતળો. તૈયાર થયેલા વઘારને કેરીની કઢીમાં નાખીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે ટેસ્ટી કઢી, ગરમા-ગરમ સર્વ કરો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ