બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / Daily Horoscope / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / તમારા ઘરના વરિષ્ઠને કરાવો દેવ દર્શન, ગુજરાત સરકારની 'શ્રવણ તીર્થ દર્શન યોજના'નો આવી રીતે લો લાભ

ધર્મ / તમારા ઘરના વરિષ્ઠને કરાવો દેવ દર્શન, ગુજરાત સરકારની 'શ્રવણ તીર્થ દર્શન યોજના'નો આવી રીતે લો લાભ

Last Updated: 08:59 PM, 5 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યોજનાનો લાભ લેવા લાભાર્થીઓએ ઓફલાઈન નોંધણી કરાવવાની રહેશે, યાત્રાળુઓ ગુજરાતના યાત્રાધામોનો ત્રણ રાત્રિ અને ત્રણ દિવસની મર્યાદામાં લાભ લઇ શકશે

ગુજરાતમાં આવેલા યાત્રાધામોનો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરીકો સરળતાથી દર્શન કરી શકે તે હેતુસર “શ્રવણ તીર્થ દર્શન યોજના”નો રાજ્ય સરકાર દ્વારા 01 મે 2017ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વધુ વેગવંતી બની છે. જેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ યાત્રાળુઓએ આ યોજનાનો લાભ લીધો છે, જે માટે રાજ્ય સરકારે અંદાજે રૂ.1128 લાખથી વધુનો ખર્ચ કર્યો છે તેમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ambaji10.jpg

યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ આ યોજનાનો લાભ ગુજરાતના યાત્રાધામોના ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ એમ 72 કલાક અથવા 2000 કિ.મી સુધીની પ્રવાસની મર્યાદામાં મળવાપાત્ર છે. આ યોજના હેઠળ લાભ લેવા માટે યાત્રાળુઓના સમૂહની અરજી માન્ય ગણાશે, વ્યક્તિગત અરજી માન્ય ગણાશે નહીં. ઓછામાં ઓછા 27 યાત્રાળુઓએ યાત્રા માટે સમૂહમાં અરજી કરવાની રહેશે.

આ ઉપરાંત ગુજરાતના યાત્રાધામોના દર્શન માટેની આ યોજનામાં એસ.ટી.ની નોન એ.સી. સુપરબસ, એસ.ટી.ની નોન એ.સી મીની બસ, એસ.ટી.ની નોન એ.સી. સ્લીપર કોચનું ભાડું અથવા જો ખાનગી બસ ભાડે કરી હોય તો ખાનગી બસનું ભાડું બેમાંથી જે ઓછું હોય તેની 75 ટકા રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે. જેમાં 27 થી 35 યાત્રાળુઓ સુધી મીની બસનું તથા 36 થી 56 યાત્રાળુઓ સુધી એક્સપ્રેસ-સુપરબસનું ભાડું મળવાપાત્ર છે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

આ પણ વાંચોઃ ધર્મ / શનિ-રાહુનો દુર્લભ સંયોગ આ જાતકોને અપાવશે સફળતા, એ પણ 18 વર્ષ બાદ!

વધુમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દરેક યાત્રીને ઉચ્ચક સહાય તરીકે એક દિવસના જમવાના રૂ.50 અને રહેવાના રૂ.50 એમ કુલ રૂ.100 અને વધુમાં વધુ રૂ.300ની મર્યાદામાં ચૂકવવામાં આવશે. યાત્રાળુઓએ યાત્રા પૂર્ણ કર્યાના બે માસમાં આધાર-પૂરાવા રજૂ કરવાના રહેશે. યોજના વિશે વધુ માહિતી યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઈટ https://yatradham.gujarat.gov.in પરથી મળી રહેશે. આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નાગરીકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

religion Gujarat yatradham Shravan Tirtha Darshan Yojana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ