બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શનિ-રાહુનો દુર્લભ સંયોગ આ જાતકોને અપાવશે સફળતા, એ પણ 18 વર્ષ બાદ!

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / શનિ-રાહુનો દુર્લભ સંયોગ આ જાતકોને અપાવશે સફળતા, એ પણ 18 વર્ષ બાદ!

Last Updated: 12:40 PM, 5 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Shani And Rahu Yuti 2025 : રાહુ ગ્રહ હાલમાં મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે અને કર્મદાતા શનિદેવ વર્ષના માર્ચમાં મીન રાશિમાં પ્રવેશ કરશે, આ ત્રણ રાશિઓનું ભાગ્ય ઉજ્જવળ બનશે

1/5

photoStories-logo

1. શનિ-રાહુની યુતિ

Shani And Rahu Yuti 2025 : વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહો સમયાંતરે પોતાની રાશિ બદલે છે અને પોતાના મિત્ર અને શત્રુ ગ્રહો સાથે યુતિ બનાવે છે. જે દેશ-દુનિયા અને માનવ જીવનને અસર કરે છે. નોંધનિય છે કે, રાહુ ગ્રહ હાલમાં મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે અને કર્મદાતા શનિદેવ વર્ષના માર્ચમાં મીન રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે મીન રાશિમાં આ બંને ગ્રહોની યુતિ બનવા જઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આ યુતિ કેટલીક રાશિઓના ભાગ્યને ઉજ્જવળ બનાવશે

મીન રાશિમાં આ બંને ગ્રહોની યુતિ બનતી હોવાની સ્થિતિમાં આ બે ગ્રહોની યુતિ કેટલીક રાશિઓના ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે. વધુમાં આ રાશિના જાતકોને અચાનક નાણાકીય લાભ અને પ્રગતિ મળવાની શક્યતા છે. તો ચાલી જાણીએ એ રાશિઓ વિશે કે જે ભાગ્યશાળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મિથુન રાશિ

રાહુ અને શનિદેવની યુતિ તમારા લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના કરિયર અને વ્યવસાય ઘર પર રહેશે. તેથી આ સમયે તમે કામ અને વ્યવસાયમાં જબરદસ્ત સફળતા મેળવી શકો છો. આ ઉપરાંત નોકરીમાં પ્રમોશન મળવાની સંપૂર્ણ શક્યતાઓ છે. વિદ્યાર્થીઓને તેમના કરિયરમાં સફળતા મળશે. વ્યવસાયનો વિસ્તાર થશે અને નવા વ્યવસાયિક સંબંધો બનશે. આ સાથે તમને કોઈ જૂના રોકાણથી મોટો નફો મળી શકે છે. શેરબજાર, રિયલ એસ્ટેટ અથવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સારો નફો કમાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વૃષભ રાશિ

વૃષભ રાશિની વાત કરીએ તો શનિ અને રાહુની યુતિ તમારા લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના આવક અને લાભ સ્થાનમાં બનવાનું છે. તેથી આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં ભારે વધારો થઈ શકે છે. જે લોકો પોતાનો વ્યવસાય વિસ્તારવા માંગે છે તેમને નવા સોદા અને મોટા ગ્રાહકો મળવાની શક્યતા છે. આ સમય દરમિયાન અટકેલા પૈસા અચાનક પાછા મળી શકે છે. મિલકતમાં રોકાણ કરવાથી લાંબા ગાળે મોટો ફાયદો થશે. આ સાથે તમે ઘણા સ્ત્રોતોમાંથી પૈસા કમાવવામાં સફળ થશો. આ સમયે વેપારીઓ કેટલાક મોટા વ્યવસાયિક સોદા કરી શકે છે. જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કર્ક રાશિ

કર્ક રાશિની વાત કરીએ તો શનિ અને રાહુની યુતિતમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી નવમા ઘરમાં બનવાનો છે. તેથી આ સમય દરમિયાન તમારા ભાગ્યમાં વધારો થઈ શકે છે. આ સમય દરમિયાન તમે દેશ અને વિદેશમાં મુસાફરી કરી શકો છો. જે લોકો પોતાનો વ્યવસાય વિસ્તારવા માંગે છે તેમને નવા સોદા અને મોટા ગ્રાહકો મળવાની શક્યતા છે. આ સાથે અટકેલા પૈસા અચાનક પાછા મળી શકે છે. મિલકતમાં રોકાણ કરવાથી લાંબા ગાળે મોટો ફાયદો થશે. આ સાથે તમે કોઈપણ ધાર્મિક અથવા શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shani And Rahu Yuti 2025 zodiac gochar horoscope

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ