બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Major tragedy in UP's Kushinagar: 6 people of same family burnt alive

દુ:ખદ / UPના કુશીનગરમાં મોટી દુર્ઘટના: ઊંઘમાં ને ઊંઘમાં 6 લોકોનો પરિવાર એકઝાટકે આગમાં હોમાઇ ગયો, 5 બાળકો જીવતા ભૂંજાયા

Priyakant

Last Updated: 07:29 AM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttar Pradesh News: રાત્રે આખો પરિવાર ઘરમાં સૂતો હતો અને અચાનક કોઈ કારણસર આગ લાગી અને એક જ પરિવારના 6 લોકો જીવતા બળી ગયા

  • ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાંથી દર્દનાક ઘટના
  • રહસ્યમય સંજોગોમાં એક ઘરમાં આગ, 6 લોકોના મોત 
  • મૃત્યુ પામનારાઓમાં એક મહિલા અને 5 બાળકોનો સમાવેશ

ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં રહસ્યમય સંજોગોમાં એક ઘરમાં આગ લાગી હતી, જેમાં એક જ પરિવારના 6 લોકો જીવતા બળી ગયા હતા. મૃત્યુ પામનારાઓમાં એક મહિલા અને 5 બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટના મધ્યરાત્રિએ બની હતી જે બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘરમાં આગ કેવી રીતે લાગી, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના રામકોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉર્ધા બાપુ નગરમાં આ ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, રાત્રે આખો પરિવાર ઘરમાં સૂતો હતો, તે જ સમયે ઘરમાં રહસ્યમય રીતે આગ લાગી હતી. ધીરે ધીરે આગ એટલી ફેલાઈ ગઈ કે, આખો પરિવાર આગની લપેટમાં આવી ગયો અને હોબાળો મચી ગયો. 

સ્થાનિકો દોડી આવ્યા 
આગની ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ દરમિયાન જ્વાળાઓ એટલી પ્રબળ બની હતી કે, પરિવાર બચી શક્યો ન હતો. એક મહિલા અને તેના પાંચ બાળકો ઘરની અંદર ફસાયા હતા. લોકોએ તેમને હટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ હટાવી શક્યા નહીં. થોડી જ વારમાં આખો પરિવાર જીવતો સળગી ગયો.
 
ઘરમાં આગ કેવી રીતે લાગી ? 
અફરાતફરીના માહોલ વચ્ચે લોકોએ ઘટના અંગે ફાયર બ્રિગેડ અને વહીવટી અધિકારીઓને જાણ કરી હતી, પરંતુ મહિલા અને પાંચ બાળકોને આગમાંથી બચાવી શકાયા ન હતા. આખો પરિવાર જીવતો સળગી ગયો. વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરી હતી. ઘરમાં આગ કેવી રીતે લાગી, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોની પૂછપરછ કરી. પોલીસે મૃતદેહોનો કબજો સંભાળી લીધો છે. એક જ પરિવારના છ લોકોના મોત નીપજતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસ ઘટનાની તપાસમાં લાગેલી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ