બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Major natural gas players likely to hike CNG, PNG prices ahead

મોંઘવારી / મોટી ખબર : CNGના ભાવમાં 12 રુપિયા સુધી વધારાની શક્યતા, રાંધણ ગેસ પણ આપશે ઝટકો

Hiralal

Last Updated: 10:50 PM, 3 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તહેવારોની સિઝનમાં સામાન્ય જનતાને એક મોટો તગડો ઝટકો લાગવાની શક્યતા છે. એક અનુમાન અનુસાર, દેશમાં સીએનજીના ભાવમાં 12 રુપિયા સુધી વધારાની શક્યતા છે.

  • સામાન્ય જનતાને લાગશે મોંઘવારીનો ડામ 
  • આગામી સમયમાં સીએનજીના ભાવમાં થઈ શકે 12 રુપિયા સુધીનો વધારો 
  • રાંધણ ગેસના ભાવમાં પણ વધારાની સંભાવના 
  •  મુંબઈમાં વધ્યાં CNG અને PNGના ભાવ
  • CNGની કિંમતમાં 6 રુપિયા અને PNGમાં 4 રુપિયાનો વધારો 

તહેવારોની સિઝનમાં મોંઘવારીના મોરચે સામાન્ય માણસને મોટો ઝટકો લાગી શકે છે કારણ કે આગામી સમયમાં સીએનજીના ભાવમાં  8થી લઈને 12 રુપિયા સુધીના વધારાનું નિષ્ણાંતોનું અનુમાન છે. મુંબઈ જેવા મોટા શહેરમાં તો સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો પણ કરી દેવાયો છે. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની મહાનગર ગેસ લિમિટેડે મુંબઈમાં CNGની કિંમતમાં 6 રુપિયા અને PNGમાં 4 રુપિયાનો વધારો જાહેર કર્યો છે. નિષ્ણાંતોનું અનુમાન હતું કે સીએનજીના ભાવમાં 8થી 12 રુપિયાનો વધારો થઈ શકે છે જોકે આ દેશવ્યાપી અનુમાન હતું પરંતુ કંપનીએ મુંબઈના સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. હવે દેશના બીજા શહેરોમાં સીએનજી અને પીએનજીનો ભાવ વધી શકે છે. 

મુંબઈમાં કેટલી થઈ સીએનજી અને પીએનજીની કિંમત 
મહાનગર ગેસ લિમિટેડ દ્વારા સોમવારે સાંજે જારી કરવામાં આવેલા એક નિવેદનમાં એવું જણાવાયું કે  મુંબઈમાં 6 રુપિયાના વધારા સાથે CNGનો ભાવ કિલો દીઠ 86 રુપિયા અને PNGનો ભાવ 52.50 રહેશે. 

સીએનજીના ભાવમાં 8-12 રૂપિયાના વધારાની શક્યતા 
સરકારે કુદરતી ગેસના ભાવમાં વધારો કર્યા બાદ સીએનજીના ભાવ આસમાને પહોંચવાની ધારણા છે. સીએનજીના ભાવમાં 8-12 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થઇ શકે છે. આ ઉપરાંત પીએનજીના ભાવમાં પણ વધારો થઇ શકે છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે તેમાં યુનિટ દીઠ રૂ.6નો વધારો થઇ શકે છે. હકીકતમાં સરકારે ગત અઠવાડિયે જુના ગેસ ક્ષેત્રોમાંથી નીકળનાર ગેસ માટે ચૂકવણી દર 6.1 ડોલર પ્રતિ મિલિયન બ્રિટીશ થર્મલ યુનિટથી વધારીને 8.57 ડોલર પ્રતિ યુનિટ કર્યો હતો. આ રેટને આધારે દેશમાં પેદા થતી ગેસના લગભગ બે તૃતિયાંશ હિસ્સાનું વિતરણ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ