બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Mahashivratri 2021 somanath mahadev

શિવરાત્રિ / LIVE : હર હર મહાદેવ હર.... સવારે 4 વાગ્યાથી 42 કલાક માટે ખુલ્લુ છે સોમનાથ, ભક્તોનું ઘોડાપુર

Published By: Gayatri

Last Updated: 12:24 PM, 11 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સોમનાથ મહાદેવ અને પ્રથમ જ્યોતિર્લિંગ 42 કલાક માટે ખુલ્લુ છે અને ભક્તો મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા છે જાણો પળેપળની ખબર

  • પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો
  • સોમનાથ મંદિરના દ્રાર સળંગ 42 કલાક ખુલ્‍લા રહેશે
  • મંદિર સવારે 4 થી લઇને સતત 42 કલાક માટે ભક્તજનો માટે ખુલ્લું

જુઓ LIVE દર્શન

કહેવાય છે કે જીવ અને શિવ નું મિલન એટલે શિવરાત્રી. આજનો દિવસ શિવ ભક્તો માટે સોંથી મોટો દિવસ માનવામાં આવે છે ત્યારે દેશ ના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓ મોટી સનખ્યામાં ઉમટી પડયા વહેલી સવારે 4 કલાક થી દેશ ના ખૂણે ખૂણે થી શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવ મંદિરે દર્શને ઉમટી પડ્યા

ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી છે. મહાદેવના મુખોટાની પાલખી યાત્રા દરવર્ષે નીકળે છે.

ભગવાનની નગરયાત્રા બાદ ફરી મંદિરમાં પ્રસ્થાપિત કરાય છે
સોમનાથ પરિસરમાં મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવે છે. દરવર્ષે મોટી સંખ્યામાં લોકો પાલખી યાત્રામાં જોડાય છે.

આજે શિવરાત્રીના પાવન પ્રસંગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે. આરતી સમયે દ્વાર ખૂલતાં જ દેવાધિદેવ યજ્ઞના અલૌકિક શણગારમાં નજરે ચડ્યાં હતાં. આ પ્રસંગે દાદાનો શણગાર જોવા દૂર-દૂરથી લોકો આવ્યાં હતાં. 

મંદિર સવારે 4 થી લઇને સતત 42 કલાક માટે ભક્તજનો માટે ખુલ્લું રહેશે

હજારો ભાવિક ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે મંદિર પરિસરમાં પહોંચી ગયા હતાં. શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિરના સમયમા ફેરફાર કરાયો છે. સોમનાથ મંદિર શિવરાત્રી પર્વે સવારે 4 થી લઇને સતત 42 કલાક માટે ભક્તજનો માટે ખુલ્લું રહેશે.

સોમનાથ.મહાદેવ મંદિર શિવરાત્રી ના ખાસ દિવસ ના કારણે સતત 42 કલાક શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું વહેલી સવારે 4 કલાકે મંદિર ના કપાડ શ્રદ્ધાળુઓ માટે ખોલી નાખવામાં આવ્યા
આજના દિવસે મહાદેવ ની 4 વખત આરતી કરવામાં આવશે

સવારે 7 કલાકે બપોરે 12 સાંજે 7 અને રાત્રે 12 કલાકે મહા આરતી યોજાશે સવારે 7 કલાકે આરર્તી ની એક ઝલક મેળવવા હજારો ની સનખમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા કોરોના ને લય ગત વર્ષ શિવરાત્રી યોગ્ય રીતે ન ઉજવાઈ જો કે હવે કોરોના નો કહેર ઘટતા મોટી સનખયમાં શ્રદ્ધાળુ ઉમટયા હતા

આવનારા શ્રદ્ધાળુ મહાદેવ ને કોરોના ને નાશ કરવા અને દેશ માં શાંતિ જળવાય તેવી આજના દિવસે સોમનાથ મહાદેવ ને પ્રાર્થના કરી સવારે 9 કલાકે મહાદેવ ની પાલખી યાત્રા પણ યોજાય સોમનાથ મહાદેવ ના મુખોટા ને નગર યાત્રા નીકળી હતી જે સોમનાથ પરિસર મા ફરી અને ત્યારબાદ ફરી તેને મન્દિર માં બિરાજમાન કરવામાં આવે છે

સીએમ રૂપાણી ના ધર્મ પત્ની અંજલિબેને  વિભાવરીબેન દવે નેતા નીતિન ભારદ્વાજ સહિત ના નેતાઓ પણ સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવ્યું.

શું છે ગાઈડલાઈન? 

કોરોનાની ગાઈડલાઇન્સને અનુસરીને ભાવિકોને મંદિરમાં પ્રવેશ કરતી વખતે દરેક ભક્તોએ માસ્ક પહેરવાનું રહેશે, પોતાનું ટેમ્પરેચર ચેક કરાવવાનું રહેશે. તેમજ સેનેટાઈઝ ટનલમાંથી પસાર થવાનું રહેશે. દર્શનની લાઈન માટે જે સોશિયલ ડિસ્ટન્સના રાઉન્ડ કરવામાં આવ્યા છે. તે પ્રમાણે જ લાઈનમાં ચાલવાનું રહેશે.

બહારથી જે ફુલો, પ્રસાદી, સામગ્રી સાથે લઈને આવે તે મંદિરના નક્કી કરેલ જગ્યાએ જ પધરાવવાના રહેશે. દર્શનની લાઈનમાં સતત ચાલતા રહવું જેથી વધુ લોકોને દર્શનનો લાભ મળે, દર્શન થઈ ગયા બાદ ક્યાંય પણ ઉભા ન રહીને સીધા બહારની તરફ નીકળવાનું રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

mahashivratri 2021 somanath mahadev મહાશિવરાત્રિ 2021 સોમનાથ મહાદેવ Mahashivratri 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ