બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / mahashivratri 2021 junagadh bhavnath mahadev melo 108 mahamandleshwar bharti bapu

વિરોધ / જૂનાગઢ શિવરાત્રિનો મેળ બંધ રાખવાનો નિર્ણય મહામંડલેશ્વરની ગેરહાજરીમાં લેવાયો છે: ભારતી બાપુ

Published By: Gayatri

Last Updated: 12:47 PM, 6 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં શિવરાત્રી મેળો બંધ રાખવાના નિર્ણયનો સંત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહામંડલેશ્વર 108 ભારતી બાપુએ આ અંગે CM રૂપાણી સાથે વાતચીત ચાલી રહી હોવાનું કહ્યુ હતુ.

  • જૂનાગઢ શિવરાત્રી મેળો બંધ રાખવાના નિર્ણયનો વિરોધ
  • મહામંડલેશ્વર 108 ભારતી બાપુએ કર્યો વિરોધ
  • 'સરકાર સાથે મેળો ચાલુ કરાવવા પ્રયાસ ચાલુ છે'

જૂનાગઢમાં શિવરાત્રી મેળો બંધ રાખવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહામંડલેશ્વર 108 ભારતી બાપુએ આ અંગે વિરોધ કરતા જણાવ્યું હતુ કે, મહામંડલેશ્વરની ગેરહાજરીમાં નિર્ણય લેવાયો હતો. સરકાર સાથે મેળો ચાલુ કરાવવા પ્રયાસ ચાલુ છે. મેળો ચાલુ કરાવવા માટે CM સાથે વાત ચાલુ છે. 

''ધર્મની વાત આવે એટલે આવા આદેશ કરો?''

junagadh bhavnath mahadev melo cancle mahashivratri 2021

જુનાગઢ શિવરાત્રિના મેળામાં આમ જનતાને આવા પર પ્રતિબંધના સરકારના નિર્ણયને સનાતન ધર્મ પરિષદના ઉપાધ્યક્ષએ વખોડી કાઢ્યો.

જુનાગઢ માં પરંપરા મુજબ યોજાનાર શિવરાત્રિના મેળાને આ વર્ષે જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે જેને લઈને જેતપુરના નર્સિંગ મંદિરના મહંત આત્માનંદ બાપુએ વખોડી કાઢ્યો હતો. સરકાર દ્વારા આ એક મૂર્ખ બનાવવાની નીતિ હોય તેવા આક્ષેપો કર્યા હતા. ચુંટણી પત્યા બાદ તરતજ શિવરાત્રિના મેળા બંધ રાખવાની જાહેરાત કરી. 

આત્મારામ મહંતે તો જનતાને ખુલી મેળામાં આવવાનું આમંત્રણ આપ્યું

ચૂંટણીમાં સંક્રમણના ફેલાઈ ગયુ પણ શિવરાત્રિના મેળામાં ફેલાઈ જશે આવી ખોટી વાતો કરી સરકાર અને કલેકટર પોતાની જવાબદારી માંથી છટકવા માંગે છે તેવુ પણ મહંત આત્માનંદે આક્ષેપ કર્યો. આ માટે જ્યારે તંત્ર અને સાધુ સંતોની બેઠક યોજવામાં આવી ત્યારે માત્ર અમુક સંતોને બોલાવી નિર્ણય લેવડાવ્યા અને ત્યાં સુધી કે મિડિયાને પણ આ બેઠકોથી દૂર રાખવામાં આવ્યા હતા. અને આત્મારામ મહંતે તો જનતાને ખુલી મેળામાં આવવાનું આમંત્રણ આપ્યું અને ત્યાં સુધી કહ્યું કે જો પોલીસ દ્વારા રોકવામાં આવે તો પ્રોટેક્શન રાખી પણ મેળામાં આવવાં માટે આવવાં આમંત્રણ આપ્યું છે.

ધર્મની વાત આવે એટલે આવા આદેશ કરો છો

જૂનાગઢ ભવનાથ મેળાને લઇ મહંત આત્માનંદજીએ હુંકાર કર્યો છે. આત્માનંદજીએ કહ્યું કે ભવનાથ મેળો સરકારના આદેશથી બંધ નહી રહે. આત્માનંદજીએ ભાવિકોને મેળામાં આવવા હુંકાર કર્યો છે. અને આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ પોતાનું ધાર્યું કરે છે. આત્માનંદજીએ કહ્યું કે સનાતન ધર્મના પ્રસંગમાં મનમાની નહી કરવા દઇએ. ચૂંટણી સભા અને સરઘસો કાઢો છો ત્યારે કોરોના નથી નડ્યો. અને ધર્મની વાત આવે એટલે આવા આદેશ કરો છો? 

સંકળાયેલા મુદ્દાઓ

junagadh mahashivratri 2021 જૂનાગઢ ભવનાથ મહામંડલેશ્વર 108 ભારતી બાપુ શિવરાત્રિ Mahashivratri 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ