બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / mahashivratri 2021 in dwarka Nageshvara Jyotirling

ઉત્સવ / બમ બમ ભોલે.. મહાશિવરાત્રીમાં દ્વારકાના દ્વાદશ જ્યોતિર્લિંગમાં હેકડે ઠેઠ જનમેદની

Published By: Gayatri

Last Updated: 12:21 PM, 11 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકા નજીક આવેલ દ્વાદશ જ્યતિર્લિંગ માં ભક્તો ઉમટી પડ્યા

  • દ્વારકા દેશભરમાં મહા શિવરાત્રિની ઉજવણી
  • નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે પણ ભક્તોનું ઘોડાપૂર
  • કોરોનાને લઈને પ્રશાસન દ્વારા વિશેષ આયોજન

આજ મહા શિવરાત્રી નો દિવસ દેશ ભાર ના તમામ શિવાલયોમાં ભોળાનાથના નાદ થી ગુંજી ઉઠ્યા છે ત્યારે દ્વારકા નજીક આવેલ દ્વાદશ જ્યતિર્લિંગ માં ભક્તોની ભીડ જોવા મળી હતી અને ભક્તોએ જળાભિષેક અને દૂધાભિષેક કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ભારત ના બાર જ્યોતિર્લીંગ માનું એક જ્યોતિર્લિંગ  દ્વારકા તાલુકા ના નાગેશ્વર માં આવેલું છે અહી રોજ ના હજારો યાત્રિકો દર્શન કરવા આવે છે ત્યારે ગુજરાત અને ભારત ભાર માંથી લોકો પોતાની મનોકામના અને આશાઓ લઇ ને આવતા હોય છે ત્યારે આજે ખાસ મહાશિવરાત્રી પર્વ હોઈ ત્યારે શિવ ભક્તો ની લાંબી કતારો જોવા મળી હતી અને ભગવાન ભોળાનાથ ના દર્શન કરવા લોકો નાગેશ્વર જ્યોતિર્લીંગ ના દર્શન કરવા આવ્યા હતા ત્યારે દૂધ અને જલાભિષેક કરી પોતાની જાતને ધન્યતા અનુભવતા હતા 

દ્વારકાથી સોળ કિમી દુર આવેલું નાગેશ્વર મહાદેવ મંદિરમાં આજે શિવરાત્રીના પર્વ પર ચાર પહોરની પૂજા થનાર છે ત્યારે ચાલુ વર્ષે કોરોના કાળ ચાલી રહ્યો છે તેવામાં મંદિર પ્રશાસન દ્વારા ખાસ સેનેટાઇઝર અને સામાજિક અંતર રાખવા તેમજ માસ્ક પહેરવાની સૂચના અપાઈ છે અને ભક્તો પણ હોંશે હોંશે તમામ સરકારી કોવિડ 19ની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે અને ભક્તો તેમજ પૂજારી દ્વારા આ કોરોનાની બીમારી દૂર થાય તેવી પ્રાર્થના કરી છે અને ભગવાન ભોળાનાથ નાગેશ્વર મહાદેવના મંદિર માં અનેક શ્રદ્ધા અને અતૂટ વિશ્વાશ લઇને આવ્યા છે ત્યારે જ્યોતિર્લિંગના દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Dwarka Nageshvara Jyotirling mahashivratri 2021 દ્વારકા મહા શિવરાત્રી Mahashivratri 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ