ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / mahashivratri 2021 for women and katha

વ્રત-કથા / મહિલાઓ માટે મહાશિવરાત્રીનું છે અનેરૂં મહત્વ, જાણો સમગ્ર કથા

Published By: Gayatri

Last Updated: 09:25 AM, 11 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓ માટે શિવરાત્રીનું વિશેષ મહત્વ છે. અવિવાહિત મહિલાઓ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે તેમને પણ ભગવાન શિવ જેવો જ પતિ મળે.

ADVERTISEMENT

  • શિવ અને પાર્વતીના લગ્ન
  • મહિલાઓ માટે મહત્વ
  • ભગવાન શિવનો પ્રિય દિવસ

મહાશિવરાત્રી હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે. હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનામાં 13મી રાત્રે અથવા 14માં દિવસે આ તહેવારમાં શ્રદ્ધાળું આખી રાત જાગીને ભગવાન શિવની આરાધનામાં ભજન ગાય છે. કેટલાક લોકો આખો દિવસ અને રાત્રે ઉપવાસ પણ કરે છે. શિવલિંગને પાણી અને બિલી પત્ર ચઢાવ્યા બાદ જ પોતાનો ઉપવાસ તોડે છે.

શિવરાત્રી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે

મહિલાઓ માટે શિવરાત્રીનું વિશેષ મહત્વ છે. અવિવાહિત મહિલાઓ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે તેમને પણ ભગવાન શિવ જેવો જ પતિ મળે. તો વિવાહિત મહિલાઓ પોતાના પતિ અને પરિવાર માટે મંગલ કામના કરે છે. શિવરાત્રી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. શિવરાત્રીનો પ્રારંભ અને તેના મહત્વ અંગે અનેક પૌરાણિક કથાઓ છે. શિવરાત્રીના મહત્વને જાણવા માટે તેની આ પૌરાણિક કથાઓને જાણવી જરૂરી છે. 

ભગવાન શિવનો પ્રિય દિવસ

એક માન્યતા એ પણ છે કે, ફાગળ મહિનાનો 14મો દિવસ ભગવાન શિવનો પ્રિય દિવસ છે. તેથી મહાશિવરાત્રીને આ દિવસે મનાવવામાં આવે છે.
 
શિવ અને પાર્વતીના લગ્ન

પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રી એ દિવસ છે, જ્યારે ભગવાન શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા હતા.

મહિલાઓ માટે મહત્વ

એવું માનવામાં આવે છે કે, જ્યારે કોઇ મહિલા ભગવાન શિવને પ્રાર્થના કરે છે તો ભગવાન શિવ તેની પ્રાર્થનાને સહેલાયથી સ્વિકારી લે છે. ભગવાન શિવની પૂજામાં કોઇ વિશેષ સામગ્રીની જરૂર પડતી નથી, માત્ર પાણી અને બિલી પત્ર થકી શ્રદ્ધાળુ ભગવાન શિવને પ્રશન્ન કરી શકે છે. આ જ કારણ છે કે મહાશિવરાત્રીનું મહિલાઓમાં વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, જો અવિવાહિત મહિલા મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ કરે છે તો તેમને ભગવાન શિવ જેવો જ પતિ મળે છે.

શિવરાત્રીનું મહત્વ

એવુ માનવામાં આવે છે કે, મહાશિવરાત્રી પર ભગવાન માનવજાતિની ઘણા નજીક આવે છે. મધ્ય રાત્રીના સમયે ઇશ્વર મનુષ્યની સૌથી નીકટ હોય છે. આ જ કારણ છે કે લોકો શિવરાત્રીએ આખી રાત જાગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

mahadev mahashivratri 2021 મહાદેવ મહાશિવરાત્રી વ્રત કથા Mahashivratri 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ