બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Maharashtra Preps For 3rd Wave As Covid Hits 8,000 Children In 1 District

મહામારી / શું ત્રીજી લહેર આવી ગઈ? અહીં 8000 બાળકોને કોરોના થયાની પુષ્ટિ થતા ખળભળાટ

Hiralal

Last Updated: 08:25 PM, 1 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના અહમદનગર શહેરમાં 8000 બાળકો કોરોના સંક્રમિત થતા રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા પ્રબળ બની છે.

  • મહારાષ્ટ્રના અહમદનગરમાં મે મહિનામાં 8000 બાળકો કોરોના સંક્રમિત થયા 
  • રાજ્યમાં  કોરોનાની ત્રીજી લહેરની આશંકા પ્રબળ બની
  • સાંગલી શહેરમાં બાળકો માટે અલાયદો કોવિડ વોર્ડ બનાવાયો

આ ઘટનાની ખળભળી ઉઠેલી રાજ્ય સરકારે સાંગલી શહેરમાં બાળકો માટે અલાયદો કોવિડ વોર્ડ બનાવ્યો છે. હાલમાં થોડા બાળકોની આ વોર્ડમાં સારવાર ચાલી રહી છે અને બીજા પણ બાળકોની સારવાર માટે સુવિધા શરુ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારના સૂત્રોએ જણાવ્યું કે જુલાઈ કે ઓગસ્ટની શરુઆતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવી શકે છે.

બાળકો માટે અલાયદો કોવિડ વોર્ડ બનાવાયો

કોર્પોરેટર અભિષેક ભોસલેએ જણાવ્યું કે અમે બાળકો માટે કોવિડ વોર્ડ તૈયાર કર્યો છે જેથી કરીને જ્યારે પણ કોરોનાની ત્રીજી લહેર આવે ત્યારે તેને પહોંચી વળાય. બાળકોને હોસ્પિટલ નહીં પરંતુ ઘર જેવું લાગે તેવું વાતાવરણ બનાવવાનો અમારો પ્રયાસ છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બાળ રોગ નિષ્ણાંતોને પણ તૈયાર રાખવામાં આવી રહ્યાં છે. અહમદનગર જિલ્લા ચીફ રાજેન્દ્ર ભોસલેએ જણાવ્યું કે મે મહિનામાં 8000 બાળકો કોરોના પોઝિટીવ થયા છે. આ ઘણું ચિંતાજનક છે. 

સંભવિત ત્રીજી લહેરમાં 45 હજાર નવા કેસ સામે આવી શકે છે 

ભારત કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. એવામાં કોરોના પર IIT દિલ્હીના રિપોર્ટે કેજરીવાલ અને કેન્દ્ર સરકારની ચિંતા વધારી છે. આ રિપોર્ટ અનુસાર દિલ્હીમાં ત્રીજી લહેર વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. આટલું જ નહીં અહીં દરરોજ 45 હજાર નવા કેસ સામે આવી શકે છે. આ ઉપરાંત દરરોજ 9000 લોકોને એડમિટ કરવા પડી શકે છે. IIT દિલ્હી રિવ્યૂ એન્ડ રિકમેન્ડેશન ફોર મેનેજમેન્ટ ઓફ ઓક્સિજન ડ્યૂરિંગ કોવિડ ક્રાઈસિસ ફોર GNCTD એ ત્રણ સ્થિતિઓનો ઉલ્લેખ કરતા પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. પહેલી સ્થિતિમાં બીજી લહેર જેવી પરિસ્થિતિઓ રહેવા પર દર્દીઓની સંખ્યા, હોસ્પિટલોમાં દાખલ થનાર લોકોની સંખ્યા અને ઓક્સિજનની જરૂરીયાતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ત્યાં જ બીજી સ્થિતિ સંક્રમિતોના આંકડામાં 30% વૃદ્ધિ બાદની જરૂરિયાકો પર આધારિત છે. જ્યારે ત્રીજી સ્થિતિ નવા મામલાના 60% વધવાની છે. આ સ્થિતિમાં દરરોજ 45000 સુધી નવા કેસ મળવાનું અનુમાન છે.

944 મેટ્રિક ટન સુધી હશે ઓક્સિજનની જરૂરિયાત 
એક રિપોર્ટ અનુસાર દિલ્હી હાઈકોર્ટમાં દાખલ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના સામેની જંગમાં રોજ 944 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડે છે. દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકાર પાસે ચાર અઠવાડિયાની અંદર આઈઆઈટી દિલ્હીની તરફથી દાખલ કરેલા રિપોર્ટ પર જવાબ માંગ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ