- 22 સપ્ટેમ્બરથી શરૂ થશે મહાલક્ષ્મી વ્રત
- 16 દિવસ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો સર્વશ્રેષ્ઠ સમય
- વ્રત પહેલા જરૂર કરી લો આ કામ
ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીએ મહાલક્ષ્મી વ્રત શરૂ થાય છે. આ વર્ષે મહાલક્ષ્મી વ્રત આવતીકાલથી એટલે કે 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ વ્રત 16 દિવસ સુધી ચાલે છે અને ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે.
જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય તો તેના માટે તમે આજથી જ અમુક જરૂરી કામ કરી લો. આ કામ કરવાથી તમારા ઘર પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહેશે અને તમને ધનવાન બનાવશે.
આ કામ કરવાથી મળશે અપાર ધન
- કાલે મહાલક્ષ્મી વ્રત શરૂ થતા પહેલા ઘરની સારી રીતે સાફ-સફાઈ કરી લો. કારણ કે માતા લક્ષ્મી ક્યારેય પણ ગંદકી વાળા સ્થાન પર વાસ નથી કરતા.
- મહાલક્ષ્મી વ્રત શરૂ થતા પહેલા ઘરમાંથી દરેક ભંગાર દૂર કરી લો. જેમ કે જુના કપડાં, તૂટેલા વાસણ, તૂટેલા કાચ, કાટ લાગેલા તાળા, બંધ ઘડિયાળ વગેરે. તેનાથી નકારાત્મકતા આવે છે અને ધન હાનિ પણ થાય છે.
- મહાલક્ષ્મી વ્રત વખતે ઘરમાં તામસિક વસ્તુઓ ન લાવો અને ઘરમાં આવી વસ્તુઓ બનાવો પણ નહીં. મહાલક્ષ્મી વ્રતમાં માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તમારા પર કૃપા વરસાવે તેના માટે ઘરમાં લસણ, ડુંગળી જેવી તામસિક વસ્તુઓ હટાવી દો.
- માતા લક્ષ્મીને તુલસીનો છોડ ખૂબ જ પ્રીય છે જ્યાં તુલસીનો છોડ હોય તેની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવતી હોય. ત્યાં જ માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે. મહાલક્ષ્મી વ્રતમાં મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવો અને રોજ તેની પૂજા-અર્ચના કરો.
- મહાલક્ષ્મી વ્રત શરૂ થતા પહેલા પોતાના ઘરના મુખ્ય દ્વાર પર હળદર કે કંકુથી માતા લક્ષ્મીના પદ ચિન્હો અંકિત કરો.
- સાથે જ માતા લક્ષ્મીના સ્વાગત માટે ઘરના દરવાજા પર કેરી અને કેળાના પાનનું તોરણ લગાવો.
- મહાલક્ષ્મી વ્રતના પહેલા દિવસે કે વ્રત શરૂ થતા પહેલા કરવામાં આવેલા કામ તમારા પર માતા લક્ષ્મીની ખૂબ કૃપા વરસાવસે. તમારા ઘરમાં સકારાત્મકતા આવશે અને ખૂબ ધન વર્ષા થશે.