બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / maha cyclone is 400 kilometer far from porbandar

ચક્રવાત મહા / સ્કાયમેટ મુજબ પોરબંદરના દરિયાકિનારાથી 400 કિમી દૂર મહા વાવઝોડું, ગુજરાતના આ જિલ્લાઓને થશે અસર

Published By: Parth

Last Updated: 01:49 PM, 6 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તે પહેલાં જ નબળું પડી રહ્યું છે. આવતી કાલે બપોર સુધી દરિયામાં પવનની ગતિમાં સતત વધારો જોવા મળશે. . 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની કલાકથી પવન ફૂંકાઈ શકે છે જે વધુમાં વધુ 60-70ની ગતિ ધારણ કરી શકે છે. ભાવનગર, જુનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, સુરત અને ભરૂચમાં વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે.

  • નબળું પડશે મહા વાવાઝોડું  
  • વેરાવળથી 490 કિલોમીટર દૂર મહા વાવાઝોડું 
  • ભાવનગર, જુનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, સુરત અને ભરૂચને સૌથી વધુ અસર કરી શકે

 સમુદ્રની સપાટીનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ

હાલની ગતિવિધિ મુજબ મહા ચક્રવાત નબળું થઈ ગયું છે.આજે સવારે વાવાઝોડું પોરબંદરથી 400 કિલોમીટર દૂર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ અને વેરાવળથી 490 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં હતો. હાલમાં સમુદ્રની સપાટીનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે, આ ચક્રવાત હજુ વધુ નબળો પડે તેવી સંભાવના છે કારણ કે પશ્ચિમથી આવતા સુકા પવન પણ ચક્રવાત સીસ્ટમને વધુ નબળી પાડશે. 

આવતી કાલ બપોર સુધી દરિયામાં પવનની ગતિમાં સતત વધારો જોવા મળશે

તેથી મહા વાવાઝોડું દરિયાકિનારે પહોચે તે પહેલાં નબળો પડી જાય તેની પ્રબળ સંભાવનાઓ છે. આમ ગુજરાત પરથી મહા વાવાઝોડું વિનાશ સર્જે તેવો ખતરો હાલ ટળતો દેખાઈ રહ્યો છે જોકે આવતી કાલ બપોર સુધી દરિયામાં પવનની ગતિમાં સતત વધારો જોવા મળશે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની કલાકથી પવન ફૂંકાઈ શકે છે જે વધુમાં વધુ 60-70ની ગતિ ધારણ કરી શકે છે. 

  • 7 નવેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ છે. ભાવનગર, જુનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, સુરત અને ભરૂચમાં વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Maha Cyclone gujarat મહા વાવાઝોડું Maha Cyclone

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ