આખરી 'ઘડી' /
BIG BREAKING: PSI, LRD ભરતીની શારીરિક પરીક્ષાની તારીખો જાહેર, અન્ય પરીક્ષાને કારણે રવિવારે નહીં યોજાય દોડ
Team VTV09:26 PM, 18 Nov 21
| Updated: 10:31 PM, 18 Nov 21
LRD ભરતીની દોડની તારીખો થઈ જાહેર: 3 ડિસેમ્બરથી શારીરિક કસોટી, 26 નવેમ્બરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે
3 ડિસેમ્બરથી શારીરિક કસોટીની શરૂઆત થશે
26 નવેમ્બરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે
LRDની પરીક્ષા માટે 10 લાખ કરતા વધુ ફોર્મ ભરાયા
બે મહિના સુધી શારીરિક કસોટી ચાલશે
પોલીસ ભરતીમાં ભવિષ્ય તૈયાર કરવા માટે ગુજરાતના યુવાનો હવે લોક રક્ષક પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત થાય છે વહેલી સવાર થી યુવાઓ ખાખી લઈને જ રહીશું ના ઉદેશ્ય સાથે શહેરના અનેક ગાર્ડનમાં તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે ખાખી ની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવી ગયા છે. શારીરિક કસોટીની તારીખ જાહેર થઈ ગઈ છે. 3 ડિસેમ્બરથી દોડની પરીક્ષા યોજાશે જે માટેના કોલલેટર 26 નવેમ્બરથી કાઢી શકાશે.પોલીસ ભરતીની શારીરીક કસોટી રવિવારના દિવસે રાખવામાં આવેલ નથી. રવિવારના દિવસે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર ઉમેદવારોને પણ રાહત આપવામાં આવી છે.
પોલીસ ભરતીની શારીરીક કસોટી ૩ ડિસેમ્બરથી શરૂ થશે. ૨૬ નવેમ્બરથી ઓજસ વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. માહિતી માટે લોકરક્ષક તથા પી.એસ.આઇ ભરતી બોર્ડની વેબસાઈટ જોતા રહેવું
કેટલી અરજી મળી?
LRD ભરતી માટે અરજી કરવા અંતિમ ઘડીએ સાઈટ પર અરજી માટે ધસારો વધ્યો હતો. ફોર્મ ભરવાની પ્રક્રિયામાં 12 લાખ જેટલા અરજીઓ મળી હતી. જેમાંથી 10 લાખ જેટલી અરજી કન્ફર્મ કરવામાં આવી છે. અંતિમ દિવસે ઉમેદવારોને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી હતી પણ વ્યવસ્થાના ભાગ રૂપે તાબડતોબ છેલ્લા દિવસે સર્વરની સ્પીડ વધારવા 3 વધુ સર્વર લગાવાયા હતા.
પોલીસ ભરતીની શારીરીક કસોટી રવિવારના દિવસે રાખવામાં આવેલ નથી. રવિવારના દિવસે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર ઉમેદવારોની જાણ સારું.