બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / lrd physical exam results declared hasmukh patel
ADVERTISEMENT
ગુજરાતમાં હાલ PSI અને LRDની ભરતી ચાલી રહી છે. જેની શારીરિક કસોટી 29મી જાન્યુઆરી 2022એ જ પૂર્ણ થઈ છે. ત્યારે હવે આ શારીરિક કસોટીનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. જેમાં 2.94 લાખ ઉમેદવારો ઉતિર્ણ થયા છે. lrdgujarat2021.in પર ક્લિક કરીને જાણો પરિણામ... આ પરીક્ષા માટે 8.86 ઉમેદવારોએ અરજી કરી છે. જ્યારે 6.56 ઉમેદવારોએ શારીરિક પરીક્ષા આપી હતી.
125 માર્ક્સના આધારે મેરિટ તૈયાર કરાશે
ADVERTISEMENT
25 ગુણ શારીરિક કસોટીના રહેશે, લેખિત પરીક્ષા 100 માર્ક્સની લેવામાં આવશે. આમ કુલ 125 માર્ક્સના આધારે મેરિટ તૈયાર કરાશે. પરીક્ષા 4 મોટા શહેરમાં લેખિત લેવાની ગણતરી છે. આ અંગે શિક્ષણ વિભાગ પાસે સ્કૂલની માહિતી માંગવામાં આવી છે.
10 માર્ચે લેખિત પરીક્ષા
ADVERTISEMENT
તો હવે આ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાવાની છે. આ માટેની તારીખની જાહેરાત કરાઈ ચૂકી છે. LRDની દોડની પરીક્ષામાં પાસ ઉમેદવારોની લેખિત પરીક્ષા 10 એપ્રિલ 2022ના રોજ યોજાશે.
પરીક્ષાને લગતી વિગતવારની માહિતીઓ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર મળશે. ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ lrdgujarat2021.in પરની સૂચનાઓ નિયમિત રીતે જોતી રહેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.