low cost drug received permission from the Indian government
મહામારી /
કોરોનાના દર્દીઓની સારવાર માટે આ સસ્તી દવાને ભારત સરકારે આપી મંજૂરી
Team VTV04:45 PM, 27 Jun 20
| Updated: 04:48 PM, 27 Jun 20
કોરોના દર્દીઓની સારવાર માટે સસ્તા સ્ટેરોઇડ્સના ઉપયોગને સરકારે મંજૂરી આપી છે. સસ્તા સ્ટેરોઇડ્સ ડ્રગ ડેક્સામેથાસોનના ઉપયોગની મંજૂરી અપાઇ છે. આ દવા મિથાઇલપ્રેડ્નિસોલોનના વિકલ્પનું કામ કરશે. એટલું જ નહીં ગંભીર લક્ષણવાળા દર્દીઓની સારવાર માટે ઉપયોગ કરાશે.
કોરોનાના દર્દીઓની સારવાર માટે વધુ એક દવાના ઉપયોગને મંજૂરી
કોરોનાના દર્દીઓને સસ્તું સ્ટીરોઇડ ડ્રગ ડેક્સામેથાસોનનો ઉપયોગ થઇ શકશે
મિથાઇલપ્રેડબનિસોલોનના વિકલ્પમાં કામ કરશે
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય વિભાગે કોરોના દર્દીઓની સારવાર માટે એક પ્રોટોકોલ જાહેર કર્યો છે. જે કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર માટે છે. મહત્વનું છે કે ડેક્સામેથાસોનનો ઉપયોગ ગઠિયા જેવી બીમારીમાં બળતરા ઓછી કરવા માટે કરવામાં આવે છે.
2 હજારથી વધુ દર્દીઓ પર દવાનો કરાયો ઉપયોગ
જ્યારે હવે આનો ઉપયોગ કોરોનાના દર્દીઓ પર કરવામાં આવશે જે વેન્ટિલેટર પર છે. આ દવા 60 વર્ષથી પણ વધુ સમયથી બજારમાં ઉપલબ્ધ છે. હમણા જ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના સંશોધકોની એક ટીમે કોરોના સંક્રમણ સામે લડી રહેલા 2 હજારથી વધુ દર્દીઓ પર દવાનો ઉપયોગ કર્યો છે.
Union Health Ministry revises clinical management protocol for #COVID19. Glucocorticosteroid dexamethasone now allowed as alternative to methylprednisolone for moderate & severe #COVID19 patients in need of oxygen support who experience excessive inflammatory response: Statement pic.twitter.com/JS8YysNaNW
દર્દીઓ પર પરીક્ષણ કર્યા બાદ વેન્ટિલેટર પર સારવાર લઇ રહેલા દર્દીઓમાં 35 ટકા મૃત્યુદર ઘટ્યો છે. WHOએ તો કહ્યું છે કે આ દવાનો ઉપયોગ ગંભીર દર્દીઓ પર ડોક્ટરની દેખરેખ નીચે કરવામાં આવે.
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 5 લાખને પાર
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિતોના આંકડા 5 લાખને પાર પહોંચ્યા છે. એક જ દિવસમાં નવા 18552 કેસ નોંધાયા છે. જે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ દર્શાવે છે.