બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Lorry holders near Genda Circle in Vadodara fed up with the pressure branch
Last Updated: 11:49 PM, 16 February 2024
ADVERTISEMENT
પ્રધાનમંત્રી મોદી કહે છે કે, કોઈપણ વ્યક્તિ લારી કે ચાની કિટલી ચલાવીને પણ સારી રોજગારી મેળવી શકે છે. પરંતુ તંત્ર વારંવાર દબાણોના નામે લોકોનું જીવવું હરામ કરી દે છે. આવું જ વડોદરામાં થતું હતું. પરંતુ હવે લોકોએ તેનો પણ જુગાડ શોધી કાઢ્યો છે. જેમાં તેમના રક્ષક PM મોદી બની ગયા છે.
ADVERTISEMENT
`અમનેય અમારો વિકાસ કરવા દો'
વડોદરા શહેરમાં આવેલ ગેંડા સર્કલ પાસેના નવ લારીધારકોને ઘણા વખતોથી દબાણ શાખા દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હતી. ત્યારે પરમાર કમલેશ સામાજીક કાર્યકરની આગેવાની હેઠળ તમામ લારીઓ પર નરેન્દ્ર મોદીના બેનરો લગાવી શ્રી ફળ વધેરીને ફુલહાર ચઢાવીને ધંધા રોજગાર પુન શરુઆત કરવામાં આવી હતી.
PM નરેન્દ્ર મોદીના બેનરો
વડોદરા શહેર કોરપોરેશનના નિયમો પ્રમાણે કોઈપણ સર્કલ અથવા ચાર રસ્તા પાસે લારી ગલ્લા પથારાવાળાએ ન ઉભું રહેવું. ત્યારે ગેંડા સર્કલના-9 લારીધારકોને ઘણા વખતોથી દબાણ શાખા દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હતી. આ લારીધારકો 20 વર્ષથી લારીઓ લગાવીને પોતાનો વ્યવસાય કરી રહ્યા હતા. ગેંડા સર્કલથી 500 મીટર છોડીને ફરીથી તમામ લારીઓ પર અનોખી રીતે PM નરેન્દ્ર મોદીના બેનરો લગાવી ધંધા રોજગાર પુન શરુઆત કરી હતી.
ADVERTISEMENT
વાંચવા જેવું: ખોખરા BJP અનુ. જાતિ મોરચા પ્રમુખનો 'વિદેશીકાંડ', સ્મશાનની CNG ભઠ્ઠીમાં છુપાવ્યો આટલા પેટીનો દારૂ
સમાજિક કાર્યકર ચીમકી ઉચ્ચારી
સામાજિક કાર્યકર દ્વારા વધુમાં જણાવ્યું હતું PM નરેન્દ્ર મોદીજી એક બાજુ ગેરેન્ટી આપે છે. સ્વનિધી યોજના હેઠળ લોન આપે છે ત્યારે વડોદરા શહેરના કેટલાક અધિકારીઓ મન મરજી પ્રમાણે હેરાનગતિ કરે છે. જો વડોદરા શહેરમાં અધિકારીઓને વધુ ચિંતા હોય તો સ્ટ્રીટ વેન્ડર પોલિસી અથવા લાઈસન્સની સુવિધા ઉપલબ્ધ કરે. જો આ લારીધારકોને હેરાનગતિ કરવામાં આવશે તો સામાજીક કાર્યકર, લારીધારકો સાથે તેઓના પરિવારજનો સાથે આમરણાંત ઉપવાસની ચીમકી આપી હતી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.