બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Khokhara BJP Anu. Jati Morcha President liquor hidden in the CNG furnace of the crematorium
Last Updated: 11:12 PM, 16 February 2024
ADVERTISEMENT
અમદાવાદમાં હાટકેશ્વર સ્મશાન ગૃહ દારૂનો અડ્ડો બન્યો છે. ખોખરા વોર્ડમાં ભાજપમાંના અનુસૂચિ જાતિના પ્રમુખ અક્ષય વેગડની દારૂ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ સ્મશાનને દારૂનો અડ્ડો બનાવ્યો હતો. આરોપી અક્ષય વેગડ અને તેનો ભાઈ રાજન વેગડ હાટકેશ્વરના સ્મશાનમાં દારૂ છુપાવીને હેરાફેરી કરતા હતા. ખોખરા પોલીસને બાતમી મળી કે સ્મશાનમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. જેથી પોલીસની ટીમે સ્મશાનમાં રેડ કરી હતી ત્યારે હાટકેશ્વર સ્મશાનની અંદર સી.એન.જી. ભઠ્ઠીના ભોયરામા દારૂ છુપાવેલો હતો. પોલીસે વિદેશી દારૂના જથ્થા સહિત રૂ 3.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ADVERTISEMENT
આરોપી અક્ષય વેગડ રાજકીય નેતા
પકડાયેલ આરોપી અક્ષય વેગડ રાજકીય નેતા છે. ખોખરા વોર્ડમાં અનુસિચી જાતિ મોરચાનો પ્રમુખ છે. જ્યારે તેનો ભાઈ રાજન વેગડ સફાઈ કર્મચારી છે અને હાટકેશ્વર સ્મશાન ગૃહમાં સફાઈ કરવાની કામગીરી કરે છે. આ બંને ભાઈઓ છેલ્લા ઘણા સમયથી સ્મશાનને દારૂનો અડ્ડો બનાવીને વિદેશી દારુ છુપાવીને રાખ્યો હતો. સ્મશાનથી દારૂની ડિલિવરી પણ કરતા હતા. આરોપીઓએ અંતિમ ધામને નશાનું ધામ બનાવી દીધું હતું. અક્ષય વિરુદ્ધ 2017માં મારામારીનો ગુનો નોંધાયો હતો.
ADVERTISEMENT
વાંચવા જેવું: હવે દવા પણ નકલી! મે.પાઈકન ફાર્મામાં ફૂડ વિભાગના દરોડા, 1.75 કરોડની એન્ટિબાયોટિક જપ્ત
પોલીસે વધુ તપાસ હાથ ધરી
જ્યારે તેના ભાભીએ પણ માનસિક ત્રાસથી ઝેર પીધું હતું ત્યારે પણ તેની વિરુદ્ધ આક્ષેપ થયા હતા. હાલમાં ખોખરા પોલીસે ગુનો નોંધીને અક્ષય વેગડ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને ઝડપી પાડ્યો છે. જ્યારે અક્ષયનો ભાઈ રાજન ફરાર થઈ જતા તેની શોધખોળ શરૂ કરી છે. આરોપીએ સ્મશાન ધામમાં ક્યારથી દારૂનું વેચાણ કરતા હતા. જો કે, દારૂનો સપ્લાયર કોણ છે. તેમજ અક્ષય અને રાજન કેટલા સમયથી દારૂનો ધંધો કરતા હતા તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરાઈ છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.