બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / lok sabha election 2024 dates may be announced on 14 or 15 march

Lok Sabha Election 2024 / મોટા સમાચાર: ક્યારે થશે લોકસભા ચૂંટણી? જાણો ક્યારે થઈ શકે છે તારીખોનું એલાન

Arohi

Last Updated: 12:27 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત 14 કે 15 માર્ચે થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમાર હાલ ઘણા રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત ટૂંક સમયમાં જ થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે 14 કે 15 માર્ચે તારીખોની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના હવાલે આ જાણકારી સામે આવી છે. માહિતી અનુસાર આ વખતે 7 કે 8 ચરણોમાં ચૂંટણી થઈ શકે છે. ત્યાં જ એપ્રિલના બીજા સપ્તાહમાં પહેલા ચરણમાં મતદાન થઈ શકે છે. ચૂંટણી આયોગના રાજ્યોનો પ્રવાસ પણ 13 માર્ચે ખતમ થવા જઈ રહ્યો છે. 

હિંસા પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિનું પાલન કરશે ચૂંટણી પંચ
જણાવી દઈએ કે મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમાર હાલ ઘણા રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. તે લોકસભા ચૂંટણીની તૈયારી જોવાની સાથે જ જરૂરી દિશા-નિર્દેશ આપી રહ્યા છે. રાજીવ કુમારે કલકત્તામાં 5 માર્ચે એક પ્રેસ કોન્ફ્રન્સને સંબોધિત કરતા કહ્યું હતું કે ચૂંટણી વખતે કોઈ પણ પ્રકારની હિંસાને ચલાવી લેવામાં નહીં આવે. તેન લઈને અમે ઝીરો ટોલરન્સની નીતિનું પાલન કરીશું. 

વધુ વાંચો: રાજનીતિમાં 'દાદા'ની એન્ટ્રી! બંગાળથી ચૂંટણી લડવાની તૈયારીમાં સૌરવ ગાંગુલી, જાણો કઈ પાર્ટી આપી શકે છે ટિકિટ

મીડિયાને શામેલ કરવાથી ચૂંટણીમાં આવશે પારદર્શિતા 
સીઈસી રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયાની આધારશિલાના રૂપમાં અમે પારદર્શિતા પર ભાર આપીએ છીએ. તેમણે કહ્યું કે દરેક સ્તર પર હિતધારકો અને મીડિયાને શામેલ કરવાથી ચૂંટણીમાં જવાબદારી, પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત થાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ