બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / sourav ganguly will contest lok sabha election 2024

ચૂંટણી / રાજનીતિમાં 'દાદા'ની એન્ટ્રી! બંગાળથી ચૂંટણી લડવાની તૈયારીમાં સૌરવ ગાંગુલી, જાણો કઈ પાર્ટી આપી શકે છે ટિકિટ

Arohi

Last Updated: 08:04 AM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sourav Ganguly Will Contest Lok Sabha Election 2024: સૌરવ ગાંગુલીએ સીએમ મમતા બેનર્જી સાથે કલકત્તામાં મુલાકાત કરી છે. સચિવાલયમાં લગભગ અડધા કલાક ચાલેલી આ મુલાકાતમાં શું ચર્ચા થઈ છે તેને લઈને હજુ સુધી કોઈ ઓફિશ્યલ નિવેદન નથી આવ્યું.

પૂર્વ ભારતીય કેપ્ટન અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધ્યક્ષ સૌરવ ગાંગુલી ક્રિકેટના બાદ હવે રાજનીતિમાં પોતાની કિસ્મત અજમાવવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દાદાના નામથી ફેમસ ગાંગુલી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડશે.

 

રિપોર્ટ્સ અનુસાર આજે ગાંગુલીએ સીએમ મમતા બનર્જીથી સચિવાલયમાં લગભગ અડધા કલાક સુધી મુલાકાત કરી છે. દાદા પશ્ચિમ બંગાળની કઈ સીટથી ચૂટંણી લડશે તેને લઈને હાલ કોઈ ઓફિશ્યલ જાહેરાત નથી કરવામાં આવી. છેલ્લા થોડા સમયથી મમતા અને ગાંગુલીને ઘણી જગ્યા પર સાથે જોવામાં આવ્યા છે. ત્યાં જ કલકત્તામાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ 2023 વખતે ગાંગુલીને 'બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર' જાહેર કરવામાં આવ્યા હતા. 

BCCIના અધ્યક્ષ પદથી હટાવ્યા 
એક વર્ષ પહેલા સૌરવ ગાંગુલીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ પદથી હટાવી લેવામાં આવ્યા હતા. તેના કારણે પૂર્વ દિગ્ગજ બોલર રોજર બિન્નીને નવા અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા હતા. 

રિપોર્ટ્સ અનુસાર ગાંગુલીને ભારતીય જનતા પાર્ટી વિધાનસભા ચૂંટણી વખતે મુખ્યમંત્રીના ચહેરાના રૂપમાં રાજનીતિમાં ઉતારવા માંગતા હતા. પરંતુ દાદાએ ત્યારે રાજનીતિમાં આવવાનો ઈનકાર કરી લીધો હતો. જેથી ભાજપને વિધાનસભા ચૂંટણીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને ટીએમસીએ સુપડા સાફ કરી દીધા હતા. 

વધુ વાંચો: મુન્નવર ફારુકીએ સચિનને આઉટ કર્યો, 'ક્રિકેટના ભગવાન' તેડુંલકરે બોલ પારખવામાં કરી ભૂલ, જુઓ વીડિયો

ભાજપ નેતાઓની સાથે ગાંગુલીની નિકટતાની અફવા ત્યારે વધી જ્યારે તેમની સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ હતી. જેમાં તે રાજ્યના વરિષ્ઠ ભાજપ નેતા સુવેંદુ અધિકારી, સુકાંત મજૂમદાર અને ગૃહમંત્રી અમિત શાહની સાથે ઘર પર ભોજન કરતા જોવામાં આવ્યા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ