બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Sachin's team lost to Akshay Kumar's team in the exhibition match of ISPL, master blaster's stormy innings of 30 runs in 17 balls

ISPL / મુન્નવર ફારુકીએ સચિનને આઉટ કર્યો, 'ક્રિકેટના ભગવાન' તેડુંલકરે બોલ પારખવામાં કરી ભૂલ, જુઓ વીડિયો

Vishal Dave

Last Updated: 10:51 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માસ્ટર-11એ ટોસ જીતીને 7 વિકેટના નુકસાન પર 94 રન બનાવ્યા હતા. જવાબમાં અક્ષયની ટીમ 6 વિકેટ ગુમાવીને માત્ર 89 રન જ કરી શકી હતી

ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન બુધવારથી શરૂ થઈ છે. મુંબઈમાં ઉદ્ઘાટન સમારોહમાં અમિતાભ બચ્ચન સહિત અનેક પ્રખ્યાત હસ્તીઓએ હાજરી આપી હતી. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં શ્રીનગરના વીર અને મુંબઈના માઝી સામસામે હતા.  શ્રીનગર અને મુંબઈની ટક્કર પહેલા, એક પ્રદર્શની મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સચિન તેંડુલકરની માસ્ટર-11 અને અભિનેતા અક્ષય કુમારની પ્લેયર-11 વચ્ચે ટક્કર થઈ હતી. સચિનની ટીમે પ્રદર્શની મેચ 5 રને જીતી લીધી હતી.

બિગ બોસના વિજેતા મુનાવર ફારુકીએ સચિનનું તોફાન અટકાવ્યું 

માસ્ટર-11એ ટોસ જીતીને 7 વિકેટના નુકસાન પર 94 રન બનાવ્યા હતા. જવાબમાં અક્ષયની ટીમ 6 વિકેટ ગુમાવીને માત્ર 89 રન જ કરી શકી હતી. ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિને પોતાની ટીમ માટે તોફાની શૈલીમાં બેટિંગ કરી હતી. તેણે ઇનિંગ્સની શરૂઆત કરી અને 17 બોલમાં 30 રન બનાવ્યા. સચિન સારા ફોર્મમાં દેખાતો હતો પરંતુ બિગ બોસના વિજેતા મુનાવર ફારુકીએ તેનું તોફાન અટકાવ્યું હતું. સચિન પાછળથી હવામાં શોટ ફટકારવા માંગતો હતો પરંતુ કેચ આઉટ થઇ ગયો હતો.. તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

 

 

આ પણ વાંચોઃ  સચિન તેંડુલકરે ગણાવ્યા ડોમેસ્ટિક ક્રિકેટ રમવાના ફાયદા, કહ્યું- મને જ્યારે પણ તક મળી મેં....

 

નોંધનીય છે કે ISPL એ T10 લીગ છે, જેનો ઉદ્દેશ્ય નવા ખેલાડીઓની શોધ, તાલીમ અને પ્રોત્સાહન આપવાનો છે. પ્રારંભિક સિઝનમાં છ ટીમો ભાગ લેશે. જેના માલિક હિન્દી, તમિલ અને તેલુગુ સિનેમાના સુપરસ્ટાર છે. અમિતાભ બચ્ચન માઝી મુંબઈના માલિક છે, અક્ષય કુમાર શ્રીનગર વીર્સના માલિક છે, હૃતિક રોશન બેંગલુરુ સ્ટ્રાઈકર્સના માલિક છે, રામ ચરણ ફાલ્કન્સ રાઈઝર્સ હૈદરાબાદના માલિક છે, સૂર્યા ચેન્નાઈ સિંઘમના માલિક છે, સૈફ અલી ખાન અને કરીના પાસે કોલકાતાના ટાઈગર્સ છે. ટુર્નામેન્ટમાં કુલ 18 મેચો રમાશે. ફાઈનલ 15 માર્ચે યોજાશે.

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ