બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / sachin tendulkar enumerated the benefits of playing domestic cricket

સ્પોર્ટ્સ / સચિન તેંડુલકરે ગણાવ્યા ડોમેસ્ટિક ક્રિકેટ રમવાના ફાયદા, કહ્યું- મને જ્યારે પણ તક મળી મેં....

Arohi

Last Updated: 08:19 AM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sachin Tendulkar: મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાના ફાયદા ગણાવ્યા અને કહ્યું કે મને જ્યારે પણ તક મળી હું મુંબઈ માટે રમ્યો. તેમણે કહ્યું કે તેનાથી યુવા ખેલાડીઓને ફાયદો થાય છે.

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પણ યુવા ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટને પ્રાથમિકતા આપવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે આ વખતની રણજી ટ્રોફીની સેમીફાઈનલ ખૂબ જ રસપ્રદ રહી. મુંબઈએ બેટિંગના દમ પર ફાઈનલમાં એન્ટ્રી લીધી. જ્યારે વિદર્ભ અને મધ્ય પ્રદેશની વચ્ચે કાંટાની ટક્કર ચાલુ છે. 

તેમણે બીસીસીઆઈના વખાણ પણ કર્યા, જે ડોમેસ્ટિક ક્રિકેટને પ્રોત્સાહન આપી રહ્યું છે. સચિને આ વાત પણ જણાવી કે તેમને જ્યારે પણ તક મળશે તે મુંબઈ માટે રમશે. પરંતુ આજકાલના ક્રિકેટર આમ કરવાથી ખચકાય છે. તેમનું માનવું છે કે તેનાથી યુવા ખેલાડીઓને ફાયદો થાય છે. 

મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે રણજી ટ્રોફીને લઈને કરેલા એક્સ પોસ્ટમાં લખ્યું, "રણજી ટ્રોફી સેમીફાઈનલ રસપ્રદ રહી. મુંબઈનું તેના ફાઈનલમાં પહોંચવું શાનદાર બેટિંગના કારણે થયું. જ્યારે બીજી સેમીફાઈનલ અંતિમ દિવસ સુધી રસાકસી વાળી હતી. મધ્ય પ્રદેશને જીત માટે 90થી વધારે રન જોઈતા હતા જ્યારે વિદર્ભને 4 વિકેટ જોઈતા હતા. પોતાના આખા કરિયર વખતે જ્યારે પણ મને તક મળી હું મુંબઈ માટે રમવાને લઈને ઝુનૂની રહ્યો. મોટા થયા તો અમારા ડ્રેસિંગ રૂમમાં લગભગ 7-8 ભારતીય ખેલાડી હતા અને તેમની સાથે રમવું મજેદાર હતું."

વધુ વાંચો: 542 વિકેટ ઝડપનાર ભારતીય બોલરે કર્યું સંન્યાસનું એલાન, વિદેશમાં રમવાનો છે પ્લાન

તેમણે લખ્યું, "જ્યારે ભારતના ખેલાડી પોતાની ડોમેસ્ટીક ટીમો મટે રમે છે. તો તેમનાથી યુવાઓ માટે રમવાની ક્વોલિટી વધે છે અને ક્યારેક ક્યારેક નવી પ્રતિભાની ઓળખ થાય છે. આ રાષ્ટ્રીય ખેલાડીને પણ ક્યારેક ક્યારેક પાયાની વાતોને ફરીથી શોધવાની તક પણ આપે છે. ઘરેલુ ટૂર્નામેન્ટમાં ટોચના ખેલાડીઓના ભાગ લેવાથી સમયની સાથે પ્રશંસક પણ પોતાની ઘરેલુ ટીમોને અને વધુ ફોલો કરવી અને સમર્થન કરવાનું શરૂ કરશે. એ અદ્ભૂત છે કે બીસીસીઆઈ ડોમેસ્ટીક ક્રિકેટને સમાન પ્રાથમિકતા આપી રહ્યું છે."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ