બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Shahbaz Nadeem eager to make a comeback in Team India announces retirement, takes 542 wickets in domestic cricket

Retirement / 542 વિકેટ ઝડપનાર ભારતીય બોલરે કર્યું સંન્યાસનું એલાન, વિદેશમાં રમવાનો છે પ્લાન

Pravin Joshi

Last Updated: 07:02 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહબાઝ નદીમે વર્ષ 2019 માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. નદીમને ટીમ ઈન્ડિયા માટે માત્ર બે ટેસ્ટ મેચમાં પોતાની ક્ષમતા બતાવવાનો મોકો મળ્યો જેમાં તેણે કુલ 8 વિકેટ ઝડપી. નદીમ વર્ષ 2021થી ભારતીય ટીમની બહાર હતો.

ભારતીય ટીમમાં પુનરાગમન કરવા આતુર સ્પિન બોલર શાહબાઝ નદીમે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. નદીમે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. સ્થાનિક ક્રિકેટમાં નદીમનું પ્રદર્શન શાનદાર હતું અને તેણે 542 વિકેટ ઝડપી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કર્યા બાદ નદીમ હવે વિદેશી T20 લીગમાં રમવાની તૈયારી કરી રહ્યો છે. શાહબાઝ નદીમે વર્ષ 2019 માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. નદીમને ટીમ ઈન્ડિયા માટે માત્ર બે ટેસ્ટ મેચમાં પોતાની ક્ષમતા બતાવવાનો મોકો મળ્યો, જેમાં તેણે કુલ 8 વિકેટ ઝડપી. નદીમ વર્ષ 2021થી ભારતીય ટીમની બહાર હતો. સ્થાનિક ક્રિકેટમાં સારા પ્રદર્શન છતાં નદીમ ટીમમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. આ જ કારણ છે કે ભારતીય ક્રિકેટરે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો.

shahbaz-nadeem-breaks-world-record-of-list-a-cricket-in-vijay-hazare-trophy

સ્થાનિક ક્રિકેટમાં નદીમનો રેકોર્ડ શાનદાર હતો

ઘરેલુ ક્રિકેટમાં શાહબાઝ નદીમનો રેકોર્ડ શાનદાર હતો. તેણે 140 મેચમાં કુલ 542 વિકેટ લીધી હતી. નદીમે ઘરેલુ ક્રિકેટમાં કુલ 28 વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ સાથે જ નદીમે એક ઇનિંગમાં સાત વખત 10 વિકેટ પણ લીધી હતી.

Tag | VTV Gujarati

આઈપીએલની હરાજીમાં ખરીદનાર મળ્યો ન હતો

દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ જેવી ટીમો માટે રમી ચૂકેલા નદીમને આઈપીએલ 2024 માટે યોજાયેલી હરાજીમાં કોઈ ખરીદદાર મળ્યો ન હતો. આ વખતની હરાજીમાં ભારતીય સ્પિનર ​​અનસોલ્ડ રહ્યો હતો. નદીમે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 72 મેચમાં 48 વિકેટ લીધી હતી.

વધુ વાંચો : ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચની વડોદરાથી ધરપકડ, ઘરમાંથી જપ્ત કરાયા 1 કરોડ, મની લોન્ડરિંગની આશંકા

વિદેશી લીગમાં હલચલ મચાવશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ નદીમનું કહેવું છે કે તે યુવા ક્રિકેટરોને તક આપવા માંગે છે. આ સાથે તેણે કહ્યું કે હવે તે વિદેશી ટી-20 લીગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. નદીમે તેની છેલ્લી મેચ રણજી ટ્રોફી 2024માં રાજસ્થાન સામે રમી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ