બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / team india former cricket coach tushar arothe detained by vadodara police

સ્પોર્ટ્સ / ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચની વડોદરાથી ધરપકડ, ઘરમાંથી જપ્ત કરાયા 1 કરોડ, મની લોન્ડરિંગની આશંકા

Arohi

Last Updated: 11:20 AM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Cricket Team: રણજી મેચ રમી ચુકેલા તુષાર અરોઠે 2018માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ પદથી રાજીનામુ આપી દીધુ હતું. તેમની કોચિંગમાં જ ભારતીય ટીમ 2017ના આઈસીસી વર્લ્ડ કપના ફાઈનલ સુધી પહોંચી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠે ફરી એક વખત સવાલોના ઘેરામાં છે. એક વખત ફરી પોલીસે તેમની પુછપરછ કરી છે. તુષાર અરોઠે સાથે આ વખતે પુછપરછ તેમના ઘરથી મળી આવેલા પૈસાને લઈને કરવામાં આવી છે. 

પોલીસને વડોદરાના પટપડગંજ એરિયા સ્થિત તુષાર અરોઠેના ઘરેથી એક કરોડ રૂપિયા મળ્યા છે. આ પૈસા કેવી રીતે આવ્યા, ક્યાંથી આવ્યા, તેનો સોર્સ શું છે, એવા સવાલોનો પૂર્વ ભારતીય કોચ પાસેથી કોઈ પણ જવાબ નથી મળ્યો. જેથી પોલીસ સંતુષ્ટ થઈ શકે. 

વડોદરા પોલીસે આ મામલામાં પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું છે કે તેમને અરોઠેથી તે પૈસાને લઈને કોઈ પણ એવો જવાબ નથી મળ્યો જેનાથી તે સંતુષ્ટ તઈ શકે. પોલીસે જણાવ્યું કે તેમણે ઘર પર છાપેમારી કરી ત્યારે ગ્રે કલરના બેગમાં રૂપિયા મળી આવ્યા હતા. જેમાં કુલ રકમ 1.01 કરોડ હતી. 

પહેલા પણ પોલીસે કરી હતી પુછપરછ
જોકે આ પહેલા પણ તુષાર અરોઠેની પોલીસે ધરપકડ કરી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ અને પૂર્વ રણજી પ્લેયર રહી ચુકેલા અરોઠે આ પહેલા IPLમાં ફિક્સિંગને લઈને ચર્ચામાં આવ્યા હતા. 

વધુ વાંચો : 'મારા પ્રથમ લવને અલવિદા!' બેડમિન્ટન સ્ટાર બી સાઈએ સંન્યાસનું કર્યું એલાન, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રચ્યો હતો ઈતિહાસ

IPL 2019 વખતે એક કેફેમાં રેડ મારકર ગુજરાત પોલીસે જ્યારે 19 લોકોની ધરપકડ કરી હતી તો તેમાં એક અરોઠે પણ હતા. ત્યારે એરોઠેના ફોન અને ગાડીને પણ જપ્ત કરી દેવામાં આવ્યા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ