બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / 'Goodbye to my first love!' Badminton star B Sai announces retirement, creates history at World Championships

સ્પોર્ટસ / 'મારા પ્રથમ લવને અલવિદા!' બેડમિન્ટન સ્ટાર બી સાઈએ સંન્યાસનું કર્યું એલાન, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રચ્યો હતો ઈતિહાસ

Vishal Dave

Last Updated: 09:32 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઈ પ્રણીતે 2019ની વર્લ્ડ ચેમ્પિયનશિપ સીઝનમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 36 વર્ષ બાદ આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય બન્યો હતો

ભારતીય બેડમિન્ટન સ્ટાર બી સાઈ પ્રણીતે તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. તેણે 31 વર્ષની ઉંમરે બેડમિન્ટનમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. સાઈ પ્રણિત એ જ સ્ટાર શટલર છે જેણે 2019ની વર્લ્ડ ચેમ્પિયનશિપ સિઝનમાં ઈતિહાસ રચ્યો હતો.

 સાઈ પ્રણીતે 2019ની વર્લ્ડ ચેમ્પિયનશિપ સીઝનમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.  36 વર્ષ બાદ આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય બન્યો હતો.. આ પહેલા 1983માં પ્રકાશ પાદુકોણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

 

2019માં અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા

2019નું વર્ષ સાઈ પ્રણીત માટે ખૂબ જ ખાસ રહ્યું. વર્લ્ડ ચેમ્પિયનશિપ સિઝનમાં બ્રોન્ઝ મેડલ જીતવા ઉપરાંત તેને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. જમણા હાથના ભારતીય શટલર પ્રણીતે 2013 થાઈલેન્ડ ઓપન ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં 2003ના ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન મલેશિયાના મુહમ્મદ હાફિઝ હાશિમને હરાવ્યો હતો. પરંતુ તેને તે જ વર્ષે એટલે કે 2013માં જ સ્થાનિક દર્શકોની સામે તૌફિક હિદાયતને અણધારી રીતે હરાવીને વાસ્તવિક ઓળખ મળી. તેણે ઇન્ડોનેશિયા ઓપનના પ્રથમ રાઉન્ડમાં આ સિદ્ધિ મેળવી હતી.

સ્ટાર શટલરે પોતાની કારકિર્દીમાં આ સિદ્ધિઓ હાંસલ કરી હતી

સાઈ પ્રણીતે 2008માં સૌપ્રથમ ધૂમ મચાવી હતી. ત્યારબાદ તેણે કોમનવેલ્થ યુથ ગેમ્સના મેન્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી તેણે 2010 વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપના સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ સાઈ પ્રણીતે 2016માં સતત 2 મેડલ જીત્યા હતા.

 

આ પણ વાંચોઃ પાકિસ્તાન ક્રિકેટમાં મોટી બબાલ, ઈન્ઝમામ ઉલ હક આવ્યો ખુલીને મેદાનમાં, ખોલી દીધી પોલ

 

2016માં જ સાઈ પ્રણીતે તેની કારકિર્દીનો એકમાત્ર ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. તેણે ભારતમાં યોજાયેલી સાઉથ એશિયન ગેમ્સમાં ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. ભારત દ્વારા આયોજિત એશિયન ટીમ ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી 2019ની સિઝન આવી, જ્યારે સાઈ પ્રણીતે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીતીને ઈતિહાસ રચ્યો.

2020માં બ્રોન્ઝ જીત્યો

સ્ટાર શટલર સાઈ પ્રણીતે ફરી એકવાર પછીના વર્ષે એટલે કે 2020માં બ્રોન્ઝ જીત્યો. તેણે એશિયન ટીમ ચેમ્પિયનશિપમાં આ સિદ્ધિ મેળવી હતી. આ પછી તે કોઈ પણ મોટી ટુર્નામેન્ટમાં મેડલ જીતી શક્યો નથી.

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ