બ્રેકિંગ ન્યુઝ
VTV / lockdown extended to 17th may in nationwide
Hiren
Last Updated: 08:46 PM, 1 May 2020
ADVERTISEMENT
પ્રધાનમંત્રીની ગૃહમંત્રી, રેલમંત્રી, નાણામંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં CDS જનરલ બિપિન રાવત સહિત ઉચ્ચ અધિકારી હાજર રહ્યાં હતા. ત્યારે હવે દેશમાં 2 અઠવાડિયા સુધી લોકડાઉન વધારાયું છે. ત્યારે હવે આ ત્રીજા તબક્કાનું લોકડાઉન રહેશે. દેશમાં કોરોના સંકટની હાલની પરિસ્થિતિને અને લોકડાઉનને કારણે દેશમાં આવેલા કોરોનાના નિયંત્રણને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ ભારત સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત આજે લોકડાઉનને 4 મે 2020 સુધી લંબાવવાનો આદેશ આપ્યો છે. જોકે ગ્રીન ઝોનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવશે.
આ ઉપરાંત ગૃહવિભાગે આ સમયમાં વિવિધ પ્રવૃતિઓના રેગ્યુલેશન માટે ગાઈડલાઇન્સ જાહેર કરી છે. આ ગાઈડલાઇન્સ દેશમાં વર્ગીકૃત કરેલા રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન પ્રમાણે નક્કી કરાઈ છે. જે જિલ્લાઓ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં આવે છે તેમને ઘણી છૂટ આપવામાં આવી છે.
30 એપ્રિલના રોજ જાહેર કરેલા પત્રમાં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનને કેવી રીતે નક્કી કરવામાં આવ્યા છે અને તેના વિષે વિગતવાર માહિતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વડે આપવામાં આવી હતી.
ADVERTISEMENT
1. અત્યાર સુધી એક પણ કેસ ન નોંધાયો હોય અથવા છેલ્લા 21 દિવસમાં એક પણ પોઝિટિવ કેસ ન હોય તેવા જિલ્લાઓને ગ્રીનઝોનમાં રાખ્યા છે.
2. રેડ ઝોનના જિલ્લાઓ નક્કી કરતી વખતે કુલ એક્ટિવ કેસીસ, પોઝિટિવ કેસ બમણાં થવાનો સમય, ટેસ્ટિંગ અને સર્વેલન્સ જેવા આંકડાઓ ધ્યાનમાં રાખવામાં આવશે.
3. રેડ અને ગ્રીન બંનેમાં વર્ગીકૃત ન થાય એ જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં રખાશે.
આ પ્રમાણે વર્ગીકૃત થયેલા જિલ્લાઓની યાદી દર અઠવાડિયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જે તે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સોંપશે. રાજ્ય સરકારો પોતાની જરૂરિયાત પ્રમાણે આ યાદીમાં રેડ ઝોનમાં આવેલા જિલ્લાઓની સંખ્યા વધારી શકશે પણ કેન્દ્રએ રેડઝોનમાં રાખેલા જિલ્લાઓની સંખ્યા ઘટાડી નહીં શકે.
3. દેશના જે જીલ્લાઓમાં મહાનગર પાલિકાઓ આવેલી છે ત્યાં વધારે વસ્તી અને ગીચતાને કારણે પાલિકાના વિસ્તારોમાં કેસની સંખ્યા વધારે અને બહાર ઓછી જોવા મળી છે. એવામાં હવે જિલ્લાઓને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જો પાલિકાની બહારના વિસ્તારમાં છેલ્લા 21 દિવસમાં કોઈ નવો કેસ નહીં આવ્યો હોય તો તે વિસ્તારને એક સ્તર નીચો કરવામાં આવશે. અર્થાત તેને રેડમાંથી ઓરેન્જ અથવા ઓરેન્જમાંથી ગ્રીન ઝોન બનાવશે. પરંતુ પાલિકા વિસ્તારમાં કેસ મુજબના પ્રતિબંધો લાગુ રહેશે. આ વ્યવસ્થા ખાલી મહાનગર પાલિકા ધરાવતા જિલ્લાઓ માટે કરાઈ છે.
4. જે પ્રદેશોમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધારે છે તેમને કોન્ટેમિનેટેડ ઝોન જાહેર કરાયા છે. કોન્ટેમિનેટેડ ઝોન તેના જીલ્લાનું વહીવટી તંત્ર એક્ટીવ કેસીસ, કેટલા સ્થળોએ કેટલી ઝડપે સ્પ્રેડ થયા છે વગેરે આંકડાઓ પરથી નક્કી કરશે. એ જરૂરી છે કે આ વિસ્તારમાં અધિકારીઓ તમામ દર્દીઓના લક્ષણો, તેમની સ્થિતિ, શંકાસ્પદ કેસીસ, હોમ ક્વોરેનટાઈન, દર્દીઓ કેટલા લોકોને મળ્યા હતા વગેરે વસ્તુઓનું બારીકાઇથી ધ્યાન રાખવામાં આવે. આ પ્રદેશોમાં 100% લોકો પાસે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ થયેલી હોય અને લોકો આરોગ્ય અથવા જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય બહાર ન નીકળે તેની જવાબદારી સ્થાનિક તંત્રની રહેશે.
5. દેશના રેડ, ઓરેન્જ, ગ્રીન કોઈ પણ ઝોનમાં હવાઈ, રેલ યાત્રા, આંતરરાજ્ય સડક યાત્રા, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, હોટલો, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, મોલ્સ, જિમ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સામાજિક, સંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ, પૂજા પ્રાર્થનાના સ્થળો જેવી સગવડો સજ્જડ બંધ રહેશે. સરકારની ગાઈડલાઈન્સમાં આવતા કારણોમાં વિશેષ મંજૂરી મેળવ્યા પછી પ્રવાસ કરવો શક્ય છે.
6. સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી અતિશય જરૂરી ન હોય તેના સિવાય કોઈ પણ વ્યક્તિઓને ઘરની બહાર જવા ઉપર પ્રતિબંધ છે. આ માટે સ્થાનિક તંત્રએ પગલા ભરીને કલમ 144 જેવા પગલા ભરવાના રહેશે. 65થી મોટા વૃદ્ધો, 10 વર્ષથી નાના બાળકો, ગર્ભવતી મહિલાઓએ ઘરે જ રહેવાનું રહેશે અને આરોગ્યને લગતા કારણો વગર બહાર નીકળવાનું રહેશે નહીં. દવાખાનાઓ દેશમાં કોન્ટેમિનેટેડ ઝોન સિવાય ચાલુ જ રાખવામાં આવશે જ્યાં સોશ્યલ ડીસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
7. રેડ ઝોનમાં કેટલીક પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ છે જેમ કે સંકલ રીક્ષા ફેરવવી, ટેક્સી ફેરવવી, આંતરજીલ્લા અને આંતરરાજ્યો બસ ફેરવવી, વાળંદની દુકાનો, સ્પા, સલૂન વગેરે.
8. રેડ ઝોનમાં કેટલીક પરમિશન અપાયેલી પ્રવૃત્તિઓ માટે ગાડીમાં ડ્રાઈવર ઉપરાંત 2 વ્યક્તિઓ, 2 વ્હીલર ઉપર એક જ ડ્રાઈવર પોતે આવી જ સંમતિ અપાયેલી છે. સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વગેરેને સંમતિ અપાઈ છે. આ ઉપરાંત જરૂરિયાતની વસ્તુઓ, મેડિકલને લગતી વસ્તુઓ, સતત ચાલતા પ્રોડક્શન યુનિટ્સ, IT સાધનોનું ઉત્પાદન, શણ ઉદ્યોગ, પેકેજીંગ મટિરિયલ જેવું પ્રોડક્શન ચાલુ રાખવાની સંમતિ છે. સાઈટ્સ અને પુનઃપ્રાપ્ય ઉર્જા સંસાધનોના કન્સ્ટ્રકશનને ચાલુ રાખવાની સંમતિ પણ બહારથી મજૂરોને બોલાવવાની સંમતિ નથી.
મોલની દુકાનોને ચાલુ રહેવાની સંમતિ નથી પણ એકલી સિંગલ દુકાનોને ચાલુ રહેવાની સંમતિ છે. ઈ કોમર્સ અત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓનો પુરવઠો આપી શકશે. ખાનગી ઓફિસો 33% સ્ટાફ સાથે ચાલી શકશે. જો કે સરકારી ઓફિસમાં Defense and Security services, Health and Family Welfare, Police, Prisons, Home Guards, Civil Defence, Fire and Emergency Services, Disaster management and related services, National Informatics Centre (NIC), Customs, Food Corporation of India (FCI), National Cadet Corps (NCC), Nehru Yuvak Kendra (NYK) and Municipal services જેટલી સેવાઓ 100% સ્ટાફ સાથે ચલાવવામાં આવશે. આ સિવાયની સેવાઓમાં ડેપ્યુટી સેક્રેટરીથી નીચા સ્ટાફ માટે 33% કેપેસીટીથી ઓફિસ ચલાવવામાં આવશે.
9. રેડ ઝોનમાં ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા, ફૂડ પ્રોસેસિંગ, ઇંટોનું ઉત્પાદન, મોલ્સ સિવાયની તમામ દુકાનો, કૃષિને લગતી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ જેમ કે બિયારણ, ખેડવાની પ્રક્રિયા, વેચાણ, માછલી ઉદ્યોગ, એનિમલ હસબન્ડરી વગેરે ચાલુ રહેશે. તમામ આરોગ્ય સેવાઓ, દર્દીઓની એર એમ્બ્યુલન્સ વડે ટ્રાન્સફર, નાણાંકીય સંસ્થાઓ જેમ કે બેંકો, NBFC, ઇન્શ્યોરન્સ, ક્રેડિટ સહકારી મંડળીઓ, કેપિટલ માર્કેટ વગેરેને સંપૂર્ણ સંમતિ અપાયેલી છે. બાળકો, વૃદ્ધો, મહિલાઓ, વિધવાઓ વગેરેને સાચવતા કેન્દ્રો, આંગણવાડી વગેરે પણ ખુલ્લા રહેશે. આ ઉપરાંત વીજળી, પાણી, સફાઈ, કચરાનો નિકાલ, ટેલિકોમ્યુનિકેશન, ઇન્ટરનેટ વગેરે ક્ષેત્રો સંપૂર્ણ રીતે ચાલુ રહેશે.
10. રેડ ઝોનમાં પણ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, IT સેવાઓ, ડેટા અને કોલ સેન્ટરો, કોલ્ડ સ્ટોરેજ, વેર હાઉસિંગ, પ્રાઇવેટ સિક્યોરિટી, ફેસિલીટી મેનેજમેન્ટ અને વાળંદ સિવાયની તમામ પ્રકારની એવી સેવાઓ જે સેલ્ફ એમ્પ્લોય્ડ વ્યક્તિ દ્વારા આપવામાં આવે છે તે તમામને ચાલુ રાખવાની છૂટ છે.
11. ઓરેન્જ ઝોનમાં રેડ ઝોનમાં થઇ શકે છે એ તમામ પ્રવૃત્તિઓ ઉપરાંત 1 ડ્રાઈવર અને 2 પેસેન્જર સાથેની ગાડીઓમાં ટેક્સી સર્વિસની પરમિશન આપવામાં આવશે. માન્ય પ્રવૃત્તિઓ માટે કોઈ પણ આંતરજિલ્લાઓની મુસાફરીને પરમીટ આપવામાં આવશે. કારમાં ડ્રાઈવર ઉપરાંત માત્ર 2 મુસાફરોને બેસવાથી પરમિશન હશે અને દ્વિ ચક્રી વાહનોમાં ડ્રાઈવર અને પાછળ બેસનાર એક વ્યક્તિની પરમિશન હશે.
12. ગ્રીન ઝોનમાં તમામ પ્રવૃત્તિઓની પરમિશન હશે પણ જે પ્રવૃતિઓ આખા દેશમાં અત્યારે પ્રતિબંધ મુકાયેલી છે તે નહીં કરી શકે. આ પ્રદેશોમાં બસો તેમની 50% સિટિંગ કેપેસીટી સાથે ફરી શકશે અને બસ ડેપો પણ 50%ની કેપેસીટીમાં ચલાવી શકાશે.
13. તમામ માલસામાનની હેરફેરને સંમતિ છે. કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશનું તંત્ર આંતરરાજ્યોમાં થઇ રહેલા માલસામાનની હેરફેરને રોકશે નહીં. આ માટે કોઈ પાસની જરૂર નથી.
14. આ સિવાયની તમામ પ્રવૃત્તિઓને સંમતિ વાળી પ્રવૃત્તિઓ ગણવામાં આવશે. જો કે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો જરૂર લાગે તો કોઈ સંમતિ આપેલ પ્રવૃત્તિને પણ પોતાની રીતે નિયંત્રિત કરી શકે છે.
15. 3 મે પહેલા આપવામાં આવેલો ગાઈડલાઈન્સમાં સંમતિ આપવામાં આવેલી પ્રવૃતિઓ માટે અધિકારીઓ પાસેથી કોઈ નવી પરમિશનની જરૂર રહેશે નહીં. દેશમાં ચાલી રહેલ વિશિષ્ટ પ્રવૃત્તિઓ જેમ કે વિદેશી નાગરિકોને તેમના દેશ પહોંચાડવા, ક્વોરેનટાઈન કરાયેલા લોકોને છોડવા, પર પ્રાંતવાસીઓને વતન લઇ જવા, વિદ્યાર્થીઓને વતન લઇ જવા, યાત્રીઓ અને ફસાયેલા લોકોને રેલ, દરિયાઈ, સડક કે હવાઈ માર્ગે લાવવા લઇ જવા વગેરે પ્રવૃતિઓ ગૃહ વિભાગના Standard Operating Protocols (SOPs) પ્રમાણે કરવામાં આવશે.
16. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ લોકડાઉન ગાઈડલાઈન્સનો ચુસ્ત અમલ કરાવવાનો સુચના છે. આ ગાઈડલાઈન્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત આપવામાં આવી છે. તેનો કોઈ પણ પ્રકારનો ભંગ નહીં ચલાવી લેવાય.
આ પ્રમાણે વર્ગીકૃત થયેલા જિલ્લાઓની યાદી દર અઠવાડિયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જે તે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સોંપશે. રાજ્ય સરકારો પોતાની જરૂરિયાત પ્રમાણે આ યાદીમાં રેડ ઝોનમાં આવેલા જિલ્લાઓની સંખ્યા વધારી શકશે પણ કેન્દ્રએ રેડઝોનમાં રાખેલા જિલ્લાઓની સંખ્યા ઘટાડી નહીં શકે.
Ministry of Home Affairs issues order under the Disaster Management Act, 2005 to further extend the Lockdown for a further period of two weeks beyond May 4: MHA pic.twitter.com/Cw4bkdMTFU
— ANI (@ANI) May 1, 2020
જાણો ઝોન મુજબ શું છૂટ રહેશે
શું બંધ રહેશે?
સાંજના 7થી સવારના 7 વાગ્યા સુધી અતિશય જરૂરી ન હોય તેના સિવાય કોઈ પણ વ્યક્તિઓને ઘરની બહાર જવા ઉપર પ્રતિબંધ છે. આ માટે સ્થાનિક તંત્રએ પગલા ભરીને કલમ 144 જેવા પગલા ભરવાના રહેશે. 65થી મોટા વૃદ્ધો, 10 વર્ષથી નાના બાળકો, ગર્ભવતી મહિલાઓએ ઘરે જ રહેવાનું રહેશે અને આરોગ્યને લગતા કારણો વગર બહાર નીકળવાનું રહેશે નહીં. દવાખાનાઓ દેશમાં કોન્ટેમિનેટેડ ઝોન સિવાય ચાલુ જ રાખવામાં આવશે જ્યાં સોશ્યલ ડીસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
રેડ ઝોનમાં ઓટો રિક્ષા, ટેક્સી, કેબને મંજૂરી નહીં
સંપૂર્ણ દેશમાં રેલ, એર લાઇન્સ, મેટ્રો સેવા બંધ
મોલ્સ-પબ્સ બંધ રહેશે
શું ચાલુ રહેશે?
દેશના રેડ, ઓરેન્જ, ગ્રીન કોઈ પણ ઝોનમાં હવાઈ, રેલ યાત્રા, આંતરરાજ્ય સડક યાત્રા, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, હોટલો, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, મોલ્સ, જિમ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સામાજિક, સંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ, પૂજા પ્રાર્થનાના સ્થળો જેવી સગવડો સજ્જડ બંધ રહેશે. સરકારની ગાઈડલાઈન્સમાં આવતા કારણોમાં વિશેષ મંજૂરી મેળવ્યા પછી પ્રવાસ કરવો શક્ય છે.
ઑરેન્જ ઝોનમાં ટૅક્સી અને કેબ સેવાને મંજૂરી મળશે
ઈ-કૉમર્સને મંજૂરી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.