બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / વડોદરાના સમાચાર / Local body Elections 2021 vadodara BJP mla madhu shrivastav

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી / વડોદરા ભાજપમાં ભડકો : 'મધુ શ્રીવાસ્તવે કહ્યું એક પક્ષ ઉપર છાપ નથી મારી'

Gayatri

Last Updated: 10:27 AM, 5 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ટિકિટ ફાળવણી મામલે ડખો થયો છે

  • વડોદરા ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને ડખો
  • મધુ શ્રીવાસ્તવના દિકરાને ટિકિટ ન મળતા વ્યકત કરી નારાજગી
  • મધુ શ્રીવાસ્તવે કહ્યું એક પક્ષ ઉપર છાપ નથી મારી

વડોદરામાં ટિકિટ ફાળવણી મામલે ડખો થયો છે. ભાજપમાં ટિકિટ ફાળવણી મામલે મધુ શ્રીવાસ્તવના દીકરા દીપક શ્રીવાસ્તવને ટિકિટ ન મળતાં નારાજગી વ્યક્ત કરી છે. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે એક પક્ષ ઉપર છાપ નથી મારી. પક્ષ પોતાનો નિર્ણય નહીં બદલે તો વિચાર કરીશું. મધુ શ્રીવાસ્તવે તેમનો દીકરો અપક્ષની ચૂંટણી લડે તેવા સંકેત આપ્યા છે. 

આ અંગે તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારો પુત્ર સૌથી વધુ મતથી જીતતો આવ્યો છે તેમ છતા પુત્રની ટિકિટ કપાઇ છે. જોકે પાર્ટીના નિયમ છે કે વધુ ઉંમર અને સગાઓને ટિકિટ નથી આપવાના. તેમ છતા  મારા દીકરાને ટિકિટ નથી મળી તે બાબતે ચર્ચા કરીશ. ભાજપ સગાવાદના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરે છે, ત્યારે ભાજપે આ નિયમ બનાવ્યા છે તે માટે ભાજપને અભિનંદન આપું છું.

મારા દીકરાને ધારાસભ્યની ટિકિટ આપશે તેવી ઉપરના લેવલ સુધી થઇ ચર્ચા

વધુમાં શ્રીવાસ્તવે કહ્યું કે, દિપક શ્રીવાસ્તવ આવતીકાલના ધારાસભ્ય છે, હાલ કોર્પોરેટર છે તો 15 મહિના કે 2 વર્ષમાં તે ધારાસભ્ય હશે. હું વાઘોડિયાનો ફિક્સ જ છું તો તે શહેરના ધારાસભ્ય છે. ધારાસભ્યની ટિકિટ આપશે તેવી ઉપરના લેવલ સુધી ચર્ચા થઇ છે. એટલે મારા દિકરાને કહ્યું છે ખુશ રે કોઇ ચિંતા નહીં. બીજી પાર્ટીમાંથી લડવા અંગે કહ્યું કે, અત્યાર સુધી ભાજપ છોડીને કોઇ પાર્ટીમાં ગયા નથી અને કોઇ પાર્ટીમાં જવાના પણ નથી.

વધુમાં શ્રીવાસ્તવે કહ્યું કે, હું પણ કોર્પોરેટર તરીકે અપક્ષમાંથી સૌથી વધુ મત સાથે જીત્યો હતો. બાદમાં ભાજપે મને બોલાવીને ટિકિટ આપી હતી. મારા દીકરા કે દીકરીને કે કોઇને ટિકિટ ન આપે તો વાંધો નહીં, હું ધારાસભ્ય છું, ગુજરાતમાં જે પણ વિકાસના કામ કરવાના હશે તે તાત્કાલિક થશે, ચિંતા નથી.

ટિકિટ ન મળતા ભાજપના નેતા ગીતાબેન રડવા લાગ્યા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વડોદરામાં ભાજપ ઉમેદવાર જાહેર થતાં જ કકળાટ શરૂ થયો હતો. વોર્ડ-7ના ભાજપ કાર્યકર ગીતાબેન રાણાએ હોબાળો મચાવ્યો હતો. મહત્વનું છે કે, ભાજપ દ્વારા આજે મહાનગર પાલિકાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેની જાહેરાત બાદ ગીતાબેન રાણા પાર્ટી કાર્યાલય પહોંચ્યા હતા. અને જોર-જોરથી રડવા લાગ્યા હતા. જે બાદ શહેર ભાજપ નેતાઓએ ગીતાબેનને સમજાવ્યા હતા. પરંતુ ગીતાબેન મોવડી મંડળના નિર્ણયથી નારાજ હતા. 

 

વડોદરા મનપા માટે ભાજપના ઉમેદવારોની યાદી

 

સંકળાયેલા મુદ્દાઓ

BJP BJP MLA Madhu shrivastav local body election 2021 vadodara મધુ શ્રીવાસ્તવ વડોદરા local body election 2021
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ