બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Local body election surat congress pass

રાજનીતિ / સુરતમાં કોંગ્રેસ અને PAAS વચ્ચે વિવાદ: કોંગ્રેસ નેતાઓના ફોન પર અલ્પેશ કથિરિયાએ કહ્યું એવું કે...

Published By: Divyesh

Last Updated: 12:15 PM, 10 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં કોંગ્રેસ અને PAAS વચ્ચે વિવાદ વણસતો જોવા મળી રહ્યો છે.

  • સુરતમાં કોંગ્રેસ અને PAAS વચ્ચે વિવાદ
  • કોંગ્રેસના નેતાઓએ અલ્પેશને સમજાવવા ફોન કર્યા
  • હવે ફોન કરે એનો કોઈ અર્થ નથી: અલ્પેશ

સુરતમાં કોંગ્રેસ અને PAAS વચ્ચેનો વિખવાદ પુરુ થવાને લઇને નામ લઇ રહ્યો નથી. ત્યારે બીજી તરફ PASSના અલ્પેશ કથિરિયાને સમજાવવા કોંગ્રેસના નેતાઓ મેદાનમાં પડ્યાં છે. 

PAASના નેતા અલ્પેશ કથિરિયાને સમજાવવા માટે કોંગ્રેસના નેતાઓએ ફોન કર્યાં. જો કે તેને અલ્પેશ કથિરિયાએ કહ્યું કે જ્યારે જરુર હતી ત્યારે કોંગ્રેસના નેતાઓ ફોન ઉપાડ્યાં નહી.

આમ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને હવે ફોન કરે એનો કોઇ અર્થ નથી. આજરોજ યોજાનારી PASSની બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. 

થોડા દિવસ પહેલા સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો હતો જે કદાચ શહેરની રાજનીતિનો પ્રથમ કિસ્સો હોઇ શકે છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટેનો છેલ્લો દિવસ હતો. પરંતુ ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ સુરત કોંગ્રેસમાં એક ફટકો પડ્યો છે.

જેમાં અંતિમ ઘડીએ જ કોંગ્રેસમાંથી એક વિકેટ ખડી ગઈ છે. જોકે એવું નહોતું કે, કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા. પરંતુ કોંગ્રેસે જે ઉમેદવારને ટિકિટ આપી તેણે ઉમેદવારી ફોર્મ પર સહી કરતા પહેલા જ બાજી પલટી મારી. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ 1 સીટ પર હારી ગઈ.

સમગ્ર મામલો બે ટિકિટ ન મળવા પરથી ઉઠ્યો

સુરતમાં PAAS દ્વારા બે ટિકિટની માગણી કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસે એક જ ટિકિટ આપી હતી. એક ટિકિટ પર ધાર્મિક માલવિયાએ દાવેદારી નોંધાવવાની હતી. પરંતુ બે ટિકિટ ન મળતા ધાર્મિકે દાવેદારી પરત ખેંચી લીધી છે. અને PAAS દ્વારા વિરોધનો મોરચો ખોલી દેવાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Alpesh Kathiriya local body election surat અલ્પેશ કથિરીયા સુરત સ્થાનિક સ્વરાજ ચૂંટણી surat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ