ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / loan costly axis bank hikes mclr by 10 basis points after axis bank

ઝટકો / કોટક મહિન્દ્રા બાદ હવે આ બેંકે MCLRમાં કર્યો વધારો, ગ્રાહકો પર વધશે EMIનો બોજ, જાણો કેટલો

Published By: Premal

Last Updated: 01:44 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્સિસ બેન્કે પોતાના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નવા દરો પણ 19 ફેબ્રુઆરી, 2023થી અમલમાં આવી ગયા છે. આવો જાણીએ હવે ગ્રાહકો પર ઈએમઆઈનો બોઝ કેટલો વધશે.

ADVERTISEMENT

  • એક્સિસ બેંકે તેના MCLRમાં પૂરા 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો
  • બેંકનો MCLR હવે 8.60 ટકાથી વધીને 8.70 ટકા થઈ ગયો
  • હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન વગેરેના વ્યાજદરમાં વધારો

રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારો કર્યો ત્યારથી બેંકોના લોનના વ્યાજ દરોમાં વધારો કરવાનો સિલસિલો યથાવત છે. કોટક મહિન્દ્રા બેંક બાદ વધુ એક મોટી ખાનગી બેંકનું નામ સામેલ થયું છે. આ બેંક એક્સિસ બેંક છે. એક્સિસ બેન્કે પોતાના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નવા દરો પણ 19 ફેબ્રુઆરી, 2023થી અમલમાં આવી ગયા છે. આવો જાણીએ હવે ગ્રાહકો પર ઈએમઆઈનો બોઝ કેટલો વધશે.

એક્સિસ બેંકે કેટલો વધાર્યો MCLR

એક્સિસ બેંકે તેના MCLRમાં પૂરા 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ સ્થિતિમાં હવે ગ્રાહકો પર EMIનો બોજ વધશે. આ વધારા બાદ બેંકનો MCLR હવે 8.60 ટકાથી વધીને 8.70 ટકા થઈ ગયો છે. 3 મહિનાનો MCLR 8.70થી વધીને 8.80 ટકા થયો છે. 6 મહિનાનો MLCR 8.75 ટકાથી વધીને 8.85 ટકા થયો છે. બેંકની એક વર્ષની લોનનો MCLR હવે 8.80 ટકાથી વધીને 8.90 ટકા થઈ ગયો છે. 2 અને 3 વર્ષ માટે MLCR 8.90 ટકા અને 8.95 ટકાથી વધીને 9.00 ટકા અને 9.05 ટકા થયો છે.

ગ્રાહકો પર શું અસર થશે ?

આ વધારા બાદ હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન વગેરેના વ્યાજદરમાં વધારો થયો છે. આ સ્થિતિમાં હવે ગ્રાહકો પર લોન EMIનો આર્થિક બોજ વધશે. નોંધનીય છે કે માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સ એ લઘુત્તમ દર છે કે જેના પર બેંક તેના ગ્રાહકોને લોન આપે છે. રિઝર્વ બેંકે વર્ષ 2016માં MCLRની શરૂઆત કરી હતી. જો કોઈપણ બેંક MCLR વધારશે તો લોનના વ્યાજ દરમાં વધારો આપમેળે નોંધવામાં આવશે.

કોટક મહિન્દ્રા બેંકે પણ વધાર્યો MCLR

એક્સિસ બેંક પહેલા કોટક મહિન્દ્રા બેંકે પણ તેના MCLR વધારવાનો નિર્ણય લીધો છે. બેંકે તેના MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. નવા દરો 16 ફેબ્રુઆરી, 2023થી અમલમાં આવ્યા છે. આ વધારા પછી બેંકની MCLR વધીને 8.20 ટકા, 1-મહિનાની MCLR 8.54 ટકા, 3-મહિનાની MCLR 8.60 ટકા, 6-મહિનાની MCLR 8.80 ટકા, 1-વર્ષની MCLR 9.00 ટકા, 2-વર્ષની MCLR 9.05 ટકા અને 3 -વર્ષનો MCLR વધીને 9.20 ટકા સુધી પહોંચી ગયો છે.

લોન કેમ મોંઘી થઈ રહી છે?

રિઝર્વ બેંક દેશમાં વધતી મોંઘવારી પર કંટ્રોલ કરવા માટે સતત પગલાં ઉઠાવી રહી છે. 8 ફેબ્રુઆરીએ રિઝર્વ બેંકે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો અને તે વધીને 6.50 ટકા થઈ ગયો છે. આ વધારા પછી ઘણી બેંકોએ તેમની લોન અને એફડીના વ્યાજ દરોમાં સતત વધારો કરવાનો નિર્ણય લીધો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Axis Bank Axis Bank MCLR Loan Costly kotak mahindra bank Axis Bank MCLR

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ