બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / List of BJP's star campaigners announced in Gujarat 40 leaders PM Modi, Rupani, Nitin Patel are also stars
Last Updated: 10:21 PM, 13 April 2024
લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ચૂંટણી પ્રચાર માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીએ ગુજરાત રાજ્યના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ગુજરાતમાં એક બાજુ ક્ષત્રિયો દ્વારા રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યા છે તો બીજી તરફ ભાજપે ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પણ સ્ટાર પ્રચારકમાં સામેલ છે.
ADVERTISEMENT

વધુ વાંચો : કોંગ્રેસે વિધાનસભાની પેટાચૂંટણી માટે 5 નામો કર્યા જાહેર, મોઢવાડિયા સામે ઓડેદરાનો જંગ, જુઓ લિસ્ટ
ADVERTISEMENT
વિજય રૂપાણી અને નીતિન પટેલ પણ ઉતરશે મેદાનમાં
ગુજરાતમાં પ્રચાર માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો સાથે સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલ પણ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.