બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / Politics / List of 100 candidates ready: BJP made special plan for 160 seats

ચૂંટણીના પડઘમ / 100 ઉમેદવારોનું લિસ્ટ તૈયાર: BJPએ 160 બેઠકો માટે બનાવ્યો ખાસ પ્લાન!

Priyakant

Last Updated: 01:04 PM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: લોકસભા ચૂંટણી જીતવા ભાજપે હવે નવી રણનીતિ બનાવી, આ મહિનાના અંત સુધીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) આગામી લોકસભા ચૂંટણી માટે 100 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી જીતવા ભાજપે હવે નવી રણનીતિ બનાવી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 2024ની લોકસભા ચૂંટણી જીતવા માટે હારેલી બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 2019માં હારેલી બેઠકો માટે ભાજપ ગયા વર્ષથી યોજનાઓ બનાવી રહ્યું છે. ભાજપ આવી 160 બેઠકો પર સતત નજર રાખી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિનાના અંત સુધીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) આગામી લોકસભા ચૂંટણી માટે 100 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

બંગાળ, મહારાષ્ટ્ર અને યુપી પર અપાઈ રહ્યું છે ખાસ ધ્યાન 
સૂત્રોએ જણાવ્યું કે, આ યાદીમાં દેશના વિવિધ ભાગો જેમ કે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુની બેઠકોનો સમાવેશ થઈ શકે છે. આ સાથે સૂત્રો મુજબ આ બેઠકો એવી છે જે ભાજપે 2019ની ચૂંટણીમાં ગુમાવી હતી. ગત વખતે ઉત્તરપ્રદેશમાં ભાજપે 62 સીટો જીતી હતી તો બંગાળની તે બેઠકો પર છે જ્યાં તેના ઉમેદવારો ગત વખતે નજીકના માર્જિનથી હારી ગયા હતા.

હારેલી 160 બેઠકો પર છે બાજનજર  
ગયા વર્ષે પાર્ટીએ તેના નબળા વિસ્તારો તરીકે 160 બેઠકોની ઓળખ કરી હતી અને આ વિસ્તારોમાં જોરદાર પ્રચાર અને જનસંપર્ક કાર્યક્રમો હાથ ધર્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, લોકસભાની ચૂંટણી લડનાર કેટલાક કેન્દ્રીય મંત્રીઓ પણ આ યાદીમાં સામેલ થઈ શકે છે. પાર્ટી કોઈપણ ભોગે આમાંથી કેટલીક બેઠકો જીતવા માંગે છે.

આ તારીખે જાહેર થઈ શકે છે નામ 
પક્ષના સૂત્રોએ નામ ન આપવાની શરતે એક ખાનગી મીડિયાને જણાવ્યું કે, ઉમેદવારોની યાદી તૈયાર છે અને માત્ર કેન્દ્રીય ચૂંટણી સમિતિની મંજૂરીની જરૂર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સમિતિ 29 ફેબ્રુઆરીએ મળી શકે છે, કારણ કે 22 ફેબ્રુઆરીએ યોજાનારી બેઠક નેતાઓના અન્ય કાર્યક્રમોને કારણે મોકૂફ રાખવામાં આવી હતી.આ સાથે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન જે 29 ફેબ્રુઆરીએ યોજાવાનું હતું તે મોકૂફ રાખવામાં આવ્યું છે. પાર્ટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા આ સંમેલનમાં ભાગ લેવાના હતા. હાલમાં આ સંમેલન યોજવાની કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી.

વધુ વાંચો: રાહુલ ગાંધી અને પ્રિયંકા બંને યુપીથી જ લડશે ચૂંટણી! ફરી જાણો કઈ બેઠક પરથી તાલ ઠોકવાની તૈયારી

તો શું હવે વિધાનસભાની જેવી વ્યૂહરચના? 
નોંધનીય છે કે, છેલ્લી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે નબળી બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત ઘણી અગાઉ કરી દીધી હતી. પાર્ટીએ આવા વિસ્તારોમાંથી પોતાના વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતાર્યા અને તેને આ વ્યૂહરચનાનો ફાયદો પણ મળ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે લોકસભા ચૂંટણી માટે પણ આવી જ રણનીતિ અપનાવવામાં આવી રહી છે. બીજી તરફ પંજાબ અને આંધ્રપ્રદેશમાં નવા ગઠબંધન માટે ચાલી રહેલી ચર્ચાના પરિણામની પણ ભાજપ રાહ જોઈ રહી છે. આ ઉપરાંત બિહાર અને યુપીમાં નવા ગઠબંધન ભાગીદારો છે જ્યાં પાર્ટીએ બેઠકો વહેંચવાની છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ