બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:48 PM, 23 February 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા હવે કોંગ્રસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કયાથી ચૂંટણી લડશે તે સવાલ તો તમને બધાને થતો જ હશે. આજે આપણે જાણીશું કે, આ બંને નેતાઓ કઈ સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે. કોંગ્રેસને લોકસભા ચૂંટણી માટે ઉત્તરપ્રદેશમાં ગઠબંધનમાં 17 બેઠકો મળી છે. હવે કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર એ છે કે કયો નેતા કઈ બેઠક પરથી ચૂંટણી લડે? કોંગ્રેસ વધુમાં વધુ બેઠકો જીતી શકે તે માટે કયું સમીકરણ બનાવવું જોઈએ? આવી સ્થિતિમાં કોંગ્રેસે ગઠબંધનમાં મળેલી 17 બેઠકો પર મંથન શરૂ કરી દીધું છે. સપા અને કોંગ્રેસ ગઠબંધનમાં સાથે છે. એવું માનવામાં આવે છે કે કોંગ્રેસ તેની વિચારધારા અને એસપી કેડર પર આધાર રાખીને અગાઉના ચૂંટણી પરિણામો બદલવા માંગશે.
ADVERTISEMENT
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કયાથી ચૂંટણી લડશે ?
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના પરંપરાગત અમેઠીથી રાહુલ ગાંધી અને રાયબરેલીથી પ્રિયંકા ગાંધીના નામ ફાઈનલ માનવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટી જૂના ચહેરા પર જ વિશ્વાસ મૂકશે. સાથે જ કોંગ્રેસ ફરી એકવાર વારાણસીથી અજય રાયને ઉમેદવાર બનાવી શકે છે. અજય રાય ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ છે. પ્રયાગરાજ સંસદીય બેઠક પર કોંગ્રેસ પક્ષમાં મંથન ચાલુ છે. પ્રયાગરાજ સંસદીય બેઠક માટે ત્રણ દાવેદારોના નામ સામે આવી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અનિલ શાસ્ત્રી, કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ વિવેકાનંદ પાઠક અને ડૉ.સત્ય પાંડેના નામ સામે છે. નોંધનીય છે કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અનિલ શાસ્ત્રી પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર છે.
ADVERTISEMENT
કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ વિવેકાનંદ પાઠક પ્રિયંકા ગાંધીના નજીકના લોકોમાં સામેલ છે. અલ્હાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રાજકારણમાંથી ઉભરી આવેલા વિવેકાનંદ પાઠકનું નામ ઝડપથી સામે આવી રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીમાં ડૉ.સત્ય પાંડેના નામ પર પણ મંથન ચાલી રહ્યું છે. સપા સાથે ગઠબંધન બાદ પ્રયાગરાજ સીટ કોંગ્રેસના ખાતામાં આવી ગઈ છે. પીએલ પુનિયાના પુત્ર તનુજ પુનિયાને બારાબંકીથી કોંગ્રેસની ઉમેદવારી મળી શકે છે. આ સિવાય રાજ બબ્બર ફતેહપુર સીકરીથી ચૂંટણી લડી શકે છે. તો વળી સુપ્રિયા શ્રીનેત મહારાજગંજથી ફરી એકવાર ચૂંટણી લડી શકે છે. ઝાંસીથી પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રદીપ આદિત્ય જૈનને મેદાનમાં ઉતારવાની શક્યતા છે. આ સિવાય પાર્ટીના કોષાધ્યક્ષ શિવ પાંડેને સીતાપુર લોકસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. શિવ પાંડેનો દાવો મજબૂત માનવામાં આવે છે. આ તરફ એ લગભગ નિશ્ચિત છે કે ઇમરાન મસૂદ કોંગ્રેસની ટિકિટ પર સહારનપુર બેઠક પરથી ચૂંટણી લડશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.