બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / PM Modi ordered all the ministers to give 100 days action plan

લોકસભા ચૂંટણી / PM મોદી તમામ મંત્રીઓને 100 દિવસનો એક્શન પ્લાન આપવા કર્યો આદેશ: 5 વર્ષનો રોડમેપ તૈયાર કરવા પણ કહ્યું

Priyakant

Last Updated: 12:30 PM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: લોકસભા ચૂંટણી 2024 પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીઓ પાસેથી એક્શન પ્લાન માંગ્યા, તમામ મંત્રીઓ પોતાનો એક્શન પ્લાન અને 5 વર્ષનો રોડમેપ કેન્દ્રીય સચિવાલયને મોકલશે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ હવે PM મોદી એક્શન મોડમાં આવી ગયા છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી 2024 પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીઓ પાસેથી એક્શન પ્લાન માંગ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એવા અહેવાલ છે કે, વડાપ્રધાન મોદીએ તેમની સરકારના મંત્રીઓ પાસેથી 100 દિવસનો એક્શન પ્લાન માંગ્યો છે. આ સિવાય PM મોદીએ મંત્રીઓને આગામી 5 વર્ષનો રોડમેપ આપવાનું પણ કહ્યું છે. મળતી માહિતી મુજબ તમામ મંત્રીઓ પોતાનો એક્શન પ્લાન અને 5 વર્ષનો રોડમેપ કેન્દ્રીય સચિવાલયને મોકલશે.

તો શું આ કારણે મંગાવાયો એક્શન પ્લાન ? 
સૂત્રોના જણાવ્યા અનુસાર PM મોદી તેમના આગામી કાર્યકાળને લઈને સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. બુધવારની કેબિનેટ બેઠકમાં PM મોદીએ તેમના મંત્રીઓ પાસેથી આગામી 100 દિવસનો એક્શન પ્લાન માંગ્યો છે. PM મોદીએ તેમના મંત્રીઓને આગામી 5 વર્ષનો રોડમેપ આપવા પણ કહ્યું છે. તમામ મંત્રીઓ 100 દિવસનો એક્શન પ્લાન અને આગામી પાંચ વર્ષનો રોડમેપ કેબિનેટ સચિવાલયને મોકલશે. PM મોદીએ કહ્યું કે, કયા મંત્રીનું પુનરાવર્તન થશે કે કોણ નહીં તે અંગે વિચાર્યા વિના તમામ મંત્રીઓએ પોતાના વિચારો, કાર્ય યોજના અને રોડમેપ આપવો જોઈએ.

વધુ વાંચો: રાહુલ ગાંધીનો એક ફોન અને મહારાષ્ટ્રમાં ગૂંચનો ઉકેલ આવ્યો, ટૂંક સમયમાં જ થશે સીટ શેરિંગનું એલાન

PM મોદીને ચૂંટણીને લઈને પૂરો વિશ્વાસ 
ઉલ્લેખનીય છે કે, PM મોદીએ જે રીતે એક્શન પ્લાન અને રોડમેપ માંગ્યો છે. એવું લાગે છે કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, ત્રીજી વખત પણ તેમની સરકાર બનશે. PM મોદીએ લોકસભા ચૂંટણીમાં એકલા ભાજપ માટે 370નો લક્ષ્યાંક રાખ્યો છે. આ સાથે ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધન NDA માટે આ લક્ષ્ય 400 સીટો છે. ચૂંટણી પહેલા મોદી સરકાર વધુ આત્મવિશ્વાસમાં દેખાઈ રહી છે. આ સાથે PM મોદીએ મંત્રીઓને પણ કહ્યું છે કે, તમે આગલી વખતે મંત્રી બનશો કે નહીં તે વિશે ન વિચારો. તમને ફરી એકવાર મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહીં? તમે સંપૂર્ણ ફોકસ સાથે એક્શન પ્લાન અને રોડમેપ બનાવો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ