બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Liquor Shops Closed, 7 Die In Maharashtra After Drinking Hand Sanitiser

લોકડાઉન / જીવલેણ તલબ, યવતમાલમાં દારુ ન મળતાં સેનિટાઈઝર ગટગટાવ્યું, 7 મજૂરોના મોત

Hiralal

Last Updated: 09:11 PM, 24 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના યવતમાલમાં દારુ ન મળતાં સેનિટાઈઝર ગટગટાવી લેતા 7 બંધાણીના મોત થયા છે.

  • યવતમાલના વણી શહેરની ઘટના
  • લોકડાઉન હોવાથી દારુની દુકાનો બંધ હતી 
  • તલબ લાગતા સેનેટાઈઝર પીધું
  • સેનેટાઈઝર પીધાના અડધા કલાકમાં થયા 7 મજૂરોના મોત 


યવતમાલના વણી શહેરમાં છૂટક મજૂરી કરીને પેટીયું રળી ખાતા 7 મજૂરો દારુ પીવાના બંધાણી હતા. પરંતુ હાલમાં મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાથી દારુ ન  મળ્યો. પરંતુ તલબ ખૂબ લાગી હતી. મજૂરોએ ક્યાંક સાંભળ્યું હશે કે હેન્ડ સેનિટાઈઝરમાં આલ્કોહોલ હોય છે તેથી તેઓ જરા પણ વિચાર કર્યાં વગર સેનેટાઈઝર ગટગટાવી ગયા હતા.

સેનેટાઈઝર પીધા બાદ 7 મજૂરોની હાલત બગડી અને તાત્કાલિક ધોરણે તેમને નજીકની યવતમાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં જ્યાં સારવાર દરમિયાન તેમનુ મોત થયું હતું. 

વાની શહેરમાં લાજેવાર અને નૂતન પાથકર નામના બે મજૂરોએ દારુ ન મળતાં સેનેટાઈઝર પીધું, સેનેટાઈઝર પીધા બાદ બન્ને મજૂરો ઘેર ચાલ્યાં ગયા પરંતુ અડધી રાતે તેમને છાતીમાં દર્દ થવા થવા લાગ્યું અને થોડા સમયમાં તેમના રામ રમી ગયા. 

બીજી ઘટના આયતા નગરની છે જ્યાં સંતોષ મેહર, ગણેશ નાંદેકર, ગણેશ શેલાર અને સુનિલ ઢેંગલે નામના મજૂરોને પણ દારુ ન મળ્યો તેમણે પણ સેનેટાઈઝર પીધું અને તેમના પણ મોત થઈ ગયા. 

દેશમાં સતત ત્રીજા દિવસે 3 લાખથી વધારે કેસ

સતત ત્રીજા દિવસે 3 લાખથી વધારે કેસ આવ્યા છે. વર્લ્ડોમીટરના જણાવ્યાનુંસાર શુક્રવારે રાતે 12 વાગે 24 કલાકમાં ભારતમાં 345, 147 નવા કેસ આવ્યા છે.  ત્યારે આ દરમિયાન રેકોર્ડ બ્રેક 2621 કોરોનાના દર્દીના મોત થયા છે. સતત 8 દિવસોથી કોરોનાના દર્દીના મોતની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે.

દેશમાં મરનારાની કુલ સંખ્યા વધીને 1, 89, 549 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને  1,66,02,456 થઈ ગઈ છે. દેશમાં એક્ટિવ કેસના દર્દીઓની સંખ્યા 25,43,914  પર પહોંચી ગઈ છે. આ કુલ સંક્રમિતોની સંખ્યાના 15.3 ટકા છે. આ પહેલા ગુરુવારે રાત સુધીમાં કોરોનાથી 3.32 લાખ નવા કેસ આવ્યા હતા. આ દરમિયાન 2250થી વધારે લોકોના મોત થયા ગતા. આ રીતે ભારતમાં દુનિયાભરમાં કોરોનાના મામલામાં રેકોર્ડ તુટ્યો છે. અમેરિકા પણ ડેલી કેસ મામલામાં ભારતથી પાછળ છુટી ગયો છે જે દેશ માટે ચિંતાનો વિષય છે.

સાજા થનારાનો દર સાડા 83 ટકા થયો છે

કોરોના સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર ઘટીને 83.5 ટકા રહી ગયો છે. આંકડાના જણાવ્યાનુસાર આ બિમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 
1,38,62,119 થઈ ગઈ છે.  રાષ્ટ્રીય સ્તર પર મૃત્યુ દર ઘટીને 1.1 ટકા થઈ ગયો છે.

8 રાજ્યોમાં 77 ટકા મોત

દેશમાં 24 કલાક દરમિયાન સૌથી વધારે મોત 773 મહારાષ્ટ્રમાં થઈ. આ બાદ દિલ્હીમાં 348, છત્તીસગઢમાં 219, ઉત્તર પ્રદેશમાં 196,  ગુજરાતમાં 142, કર્ણાટકામાં 190, પંજાબમાં 75 અને મધ્ય પ્રદેશમાં 74 લોકોના મોત થયા હતા.  આ 8 રાજ્યોમાં કુલ 2017 મોત થયા છે. જે કુલ 2620 મોતના 76.98 ટકા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ