બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / LION DIES DUE TO CORONA VIRUS IN INDIA

ચિંતાજનક / કોરોના સંક્રમિત સિંહનું મોત થતાં સરકાર ટેન્શનમાં : બધા રાજ્યોને તાબડતોબ આ કામ કરવા તાકીદ

Parth

Last Updated: 05:06 PM, 1 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસની સુનામી આવી છે ત્યારે હવે તો પ્રાણીઓમાં પણ આ સંક્રમણના કારણે જીવનું જોખમ થઈ ગયું છે.

  • કોરોના વાયરસનો વધ્યો કહેર : પ્રાણીઓના જીવન પણ જોખમમાં
  • સંક્રમિત સિંહનું મૃત્યુ થતા તંત્ર હરકતમાં
  • નેશનલ પાર્ક અને અભ્યારણો બંધ રાખવા કહ્યું

કોરોના વાયરસથી હવે પ્રાણીઓના જીવન પણ જોખમમાં

કોરોના વાયરસના કારણે ગુજરાત સહિત આખા ભારતમાં તબાહી જોવા મળી રહી છે. ભારતમાં લાખો લોકો દરરોજ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે હવે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. મનુષ્ય જ નહીં, હવે તો આ વાયરસનો કહેર પ્રાણીઓમાં પણ જોવા મળી રહ્યો છે. 

તાબડતોડ મંત્રાલયે તમામ રાજ્યો માટે એડવાઈઝરી કરી જાહેર

કોરોના વાયરસના કારણે પ્રાણીઓમાં જીવનું જોખમ ઊભું થઈ ગયું છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારાઆ પુષ્ટિ કરવામાં આવી છે કે કોરોના વાયરસથી પીડાતા સિંહનું મોત થયું છે. આ મોતના સમાચાર બાદ સરકારોનું ટેન્શન ફરી વધી ગયું છે. મંત્રાલય દ્વારા તાબડતોબ બધા જ રાજ્યો માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. 

એડવાઈઝરી બાદ સાસણગીરમાં પ્રાણીઓ માટે વધારાઈ સુરક્ષા

સિંહની મોતના સમાચાર બાદ મંત્રાલય દ્વારા તાત્કાલિક બધા જ નેશનલ પાર્ક અને અભ્યારણ્યોને બંધ રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એડવાઇઝરી આપવામાં આવી છે. આટલું જ નહીં પ્રાણીઓ માટે ઈમરજન્સી ટ્રીટમેન્ટ માટે તૈયારીઓ રાખવા પણ સૂચન કરવામાં આવ્યા છે. ભારતના સિંહ માત્ર ગુજરાતના ગીરમાં જોવા મળે છે ત્યારે આ એડવાઇઝરી સાસણગીર પણ પહોંચી છે અને કેન્દ્ર સરકારના આદેશને જોતાં સાસણગીરમાં પ્રાણીઓ માટે સુરક્ષા વધારવા માટે કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. 

ભારતમાં કોરોના વાયરસની સુનામી 

માર્ચ મહિનાથી ભારતમાં કોરોના વાયરસના કેસમાં અચાનક જ ઉછાળો જોવાં મળ્યો હતો અને તે બાદ સતત કેસ વધી રહ્યા છે. દેશની હોસ્પિટલો ઉભરાઇ ગઈ છે અને લોકો સારવાર વિના જ દમ તોડી રહ્યા છે. ઈન્જેક્શનો અને ઑક્સીજન ખૂટી પડ્યું છે અને હાલત એ છે કે હવેથી સ્મશાનોમાં જગ્યા નથી અને લાકડાઓ ખૂટી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ