બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Like Team India, Pakistan team also gave awards in the dressing room, people are trolling
ICC T20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે 5 મેચોની T20 સીરિઝ રમી રહી છે. પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થયા બાદ બંને ટીમો વચ્ચે સીરિઝની બીજી મેચ 20 એપ્રિલે રાવલપિંડીના મેદાન પર રમાઈ હતી.
ADVERTISEMENT
પાકિસ્તાને આ મેચ એકતરફી 7 વિકેટથી જીતી હતી, જેમાં નિવૃત્તિ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરેલા શાહીન આફ્રિદી અને મોહમ્મદ આમિરે બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે જ સમયે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મેચના ટીમના ડ્રેસિંગ રૂમનો એક વીડિયો શેર કર્યો છે, જેના કારણે તેને હવે ચાહકોની ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.
📹 Dressing room cam: Special awards for the Best Fielder and Impact Player of the second T20I 🏆#PAKvNZ | #AaTenuMatchDikhawan pic.twitter.com/EWsbmkk1kg
— Pakistan Cricket (@TheRealPCB) April 20, 2024
ADVERTISEMENT
પાકિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 મેચ જીત્યા બાદ ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ ફિલ્ડર અને ઈમ્પેક્ટ પ્લેયરના એવોર્ડ આપવામાં આવ્યા હતા. ભારતીય ટીમે 2023 ODI વર્લ્ડ કપ દરમિયાન દરેક મેચ પછી ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ આપવાનું શરૂ કર્યું હતું, હવે ભારતીય ટીમની જેમ પાકિસ્તાની ટીમે પણ મેચ બાદ પોતાના ડ્રેસિંગ રૂમમાં આ એવોર્ડ આપવાનું શરૂ કરી દીધું છે.
ADVERTISEMENT
ન્યુઝીલેન્ડ સામેની મેચ બાદ શાહીન આફ્રિદીને બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે મોહમ્મદ આમીરને ઈમ્પેક્ટ પ્લેયરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ વિડીયો જોઈને લોકો હાલ પાકિસ્તાનની ટીમને ટ્રોલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, 'કઇંક તો નવું લાવો..'
મેચની વાત કરીએ તો પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી જ્યાં શાહીન આફ્રિદીએ અને મોહમ્મદ આમિરે પણ પોતાની બોલિંગનો જાદુ દેખાડ્યો હતો. આફ્રિદીએ 3.1 ઓવરમાં માત્ર 13 રન આપીને 3 વિકેટ લીધી હતી, જ્યારે આમિરે 3.1 ઓવરમાં 13 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ 18.1 ઓવરમાં માત્ર 90 રન પર જ સિમિત રહી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો: હાર્દિક પંડ્યા ડિપ્રેશનમાં છે? હૂટિંગના કારણે માનસિક સ્વાસ્થ્ય બગડ્યું, પૂર્વ દિગ્ગજ ક્રિકેટરનો દાવો
પાકિસ્તાને આ લક્ષ્યનો પીછો 12.1 ઓવરમાં 3 વિકેટના નુકસાને કર્યો હતો, જેમાં મોહમ્મદ રિઝવાનના બેટથી 45 રનની અણનમ ઇનિંગ જોવા મળી હતી. હવે બંને ટીમો વચ્ચે સિરીઝની ત્રીજી T20 મેચ આજે એટલે કે 21 એપ્રિલે રાવલપિંડીના મેદાન પર રમાશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.