બ્રેકિંગ ન્યુઝ

ADVERTISEMENT
ઉંદર પર કરાયેલા પ્રયોગને સફળતા મળતા હવે વિજ્ઞાનીઓને આશા છે કે માનવી પર પણ આ થેરાપી અસરકારક સાબિત થશે. રિસર્ચ કરનાર ટીમના ડો.ટોબિયાસ એકલના કહેવા મુજબ ઇન્ટેન્સ લાઇટથી એક ખાસ પ્રકારના જીન પર અસર થાય છે. આ જીન મગજને હદયની વિવિધ ગતિવિધિઓ કન્ટ્રોલ કરવા પ્રેરે છે. ઉંદર પરના પ્રયોગમાં તેમણે જોયુ કે હાર્ટ એટેક વખતે લાઇટ થેરાપીના કારણે તેના સ્નાયુઓને રક્ષણ મળ્યું હતું.
હાર્ટ એટેક વખતે ઓકસીજનના અભાવે હદયના સ્નાયુઓને નુકસાન થાય છે.લાઇટના કારણે રકત પ્રવાહનું નિયમન કરતા એડેસોનિન નામના કેમિકલનો સ્ત્રાવ વધારે છે.વિજ્ઞાનીઓ પ્રયોગ કરીને એ જોવા માગતા હતા કે ઉંદરની જેમ માણસ પર લાઇટ થેરાપીની કેટલી અસર થાય છે. આ માટે તેમણે કેટલાક લોકોની પસંદગી કરીને તેમના પર 10 હજાર લુમેન્સની તીવ્રતા વાળી લાઇટનો મારો ચલાવ્યો.
ADVERTISEMENT

અહીં ફેરફારો ઉંદર પર જોવા મળ્યા તેવા જ ફેરફારો પ્રયોગમાં સામેલ લોકોમાં પણ દેખાયા. તેમના લોહીમાં ટ્રાઇગ્લિસરાઇડનું પ્રમાણ પણ ઘટયું તેમજ તેમના મેટાબોલિઝમમાં પણ વધારો જોવા મળ્યો. ડો.એકલ કહે છે કે માનવીના આરોગ્ય પર ચોક્કસ પ્રકારની લાઇટની અસર થાય છે.લાઇટથી હદયની ધબકવાની ક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.