બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટૂંક સમયમાં લૉન્ચ થવા જઇ રહ્યું છે EPFO 3.0, ઘરે બેઠાં મળશે બેંક જેવી આ 5 સુવિધાઓ

કામની વાત / ટૂંક સમયમાં લૉન્ચ થવા જઇ રહ્યું છે EPFO 3.0, ઘરે બેઠાં મળશે બેંક જેવી આ 5 સુવિધાઓ

Last Updated: 08:34 AM, 28 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા એટલે કે EPFO ખૂબ જ ટૂંક સમયમાં પોતાનું નવું પ્લેટફોર્મ EPFO 3.0 લોન્ચ કરવા જઈ રહી છે. આ એક મજબૂત આઈટી પ્લેટફોર્મ હશે, જે શરૂ થયા બાદ સભ્યો સરળતાથી ઓનલાઇન સુવિધાઓનો લાભ લઈ શકશે. આ નવી સિસ્ટમ જૂન 2025માં શરૂ થઈ શકે છે. જાણો શું બદલાવ આવશે?

EPFO 3.0 શું છે

કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે આ એક શાનદાર પ્લેટફોર્મ હશે, જ્યાં 9 કરોડથી વધુ પી.એફ. સભ્યોને અનેક પ્રકારની ઓનલાઇન સુવિધાઓ મળશે. ત્યારબાદ તેઓને ઓફિસના ધક્કા નહીં લગાવવા પડે અને પોતાના પ્રોવિડન્ટ ફંડને સરળતાથી કાઢી શકશે. આ નવા પોર્ટલથી ગ્રાહકોને 5 પ્રકારના લાભ મળશે.

વિશ્વસનીય પ્લેટફોર્મ બનશે

મંત્રીએ કહ્યુ કે EPFO 3.0 એક વિશ્વસનીય પ્લેટફોર્મ બનશે, જે 9 કરોડથી વધુ ગ્રાહકોને કોઈ મુશ્કેલી વિના અનેક નવી સુવિધાઓ આપશે. જેમ કે તમારાં દાવાનું આપમેળે નિરાકરણ, ડિજિટલ રીતે ભૂલ સુધારવાની વ્યવસ્થા અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે હવે એ.ટી.એમ.થી સીધું ધનરાશિ ઉપાડવાની સુવિધા પણ મળશે. સૌથી મોટો લાભ એ રહેશે કે હવે સભ્યો પોતાના બેંક ખાતા જેવી રીતે એ.ટી.એમ.થી પણ પી.એફ.ના પૈસા ઉપાડી શકશે.

EPFO

ઘરે બેઠાં ખાતાની માહિતી મળશે

સરકાર તરફથી EPFO 3.0 પોર્ટલ લોન્ચ થયા બાદ તમે ઘરે બેઠાં ઓનલાઇન ખાતાની સંપૂર્ણ માહિતી મેળવી શકશો. જેના કારણે ઓફિસ જઈને ફોર્મ ભરીવાની મહેનત ટળી જશે. આથી લોકોનો સમય અને પૈસા બંને બચશે.

આ નવા પોર્ટલના લોન્ચિંગ બાદ પોતાનું પ્રોવિડન્ટ ફંડ કાઢવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની જશે. હવે મેન્યુઅલ કામની જરૂર નહીં રહે અને ઓનલાઇન અરજી કર્યા બાદ દાવાનું નિરાકરણ આપમેળે થઈ જશે.

સામાજિક યોજનાઓ પણ જોડાશે

EPFO 3.0 પોર્ટલથી સામાજિક સુરક્ષા યોજનાઓના એકીકરણનો રસ્તો ખુલશે. આ પોર્ટલમાં અટલ પેન્શન યોજના અને પ્રધાનમંત્રી જીવન વીમા યોજના જેવી યોજનાઓ પણ જોડવામાં આવશે, જેથી અસંગઠિત અને અનૌપચારિક ક્ષેત્રના કામદારોને પણ લાભ મળી શકશે.

આ નવા પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કર્યા પછી આપનો દાવો મંજૂર થશે, તેમજ રકમ આપમેળે તમારા ખાતામાં જમા થઈ જશે. ત્યારબાદ તમે કોઈપણ એ.ટી.એમ.થી તે રકમ ઉપાડી શકશો અથવા તો નેટબેંકિંગ મારફતે તેનો ઉપયોગ કરી શકશો.

ઓટીપીથી થશે વેરિફિકેશન

આમાં પી.એફ. સભ્યના વેરિફિકેશન માટે તમારા મોબાઈલ ફોન પર ઓટીપી મોકલવામાં આવશે. મોબાઈલ પર આવેલો આ ઓટીપી લખવાથી તમારું વેરિફિકેશન તરત જ થઈ જશે. જેના કારણે ઓફિસ જઈને ફોર્મ ભરવાની લાંબી પ્રક્રિયામાંથી છૂટકારો મળશે.

વધુ વાંચો: હવેથી ઘરે બેઠાં પ્રોપર્ટી થશે તમારે નામ, 117 વર્ષ જૂના કાયદામાં થવા જઇ રહ્યો છે ફેરફાર

EPFO 3.0 માત્ર એક પ્લેટફોર્મ નહિ, પણ ભારતના ડિજિટલ લેવલ પર લેબર અને વેલફેર ક્ષેત્રમાં ભારે ક્રાંતિ લાવશે. ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કમીર્ચારીઓ માટે સરળ સુરક્ષા અને પેન્શન યોજના સુધી પહોંચાવાનું આ મુખ્ય ઉદ્દેશ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EPFO new rules EPFO 3.0 PF
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ