બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Whatsappમાં આવા મેસેજ પર ક્લિક ન કરતા! સાયબર ફ્રોડથી બચવા ઓન કરો આ સેટિંગ્સ

જાણવા જેવું / Whatsappમાં આવા મેસેજ પર ક્લિક ન કરતા! સાયબર ફ્રોડથી બચવા ઓન કરો આ સેટિંગ્સ

Last Updated: 06:32 PM, 4 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાયબર ગુનેગાર સૌથી વધારે WhatsApp જેવા પ્લેટફોર્મના માધ્યમે લોકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. એવામાં તમે WhatsApp ની અમુક ખાસ પ્રાઈવસી સેટિંગ્સ ઓન કરીને આ ઓનલાઈન સ્કેમથી બચી શકો છો. તો ચાલો આના વિશે જાણીએ.

છેલ્લા અમુક સમયથી ઓનલાઈન સ્કેમના મામલા ઝડપથી વધી રહ્યા છે. સાયબર ગુનેગાર સૌથી વધારે WhatsApp જેવા પ્લેટફોર્મના માધ્યમે લોકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. જેમાં ફેક મેસેજ, ફિશિંગ લિન્ક અને કોલ્સ દ્વારા ભોળા લોકોને ઠગવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ તમે ચિંતા ન કરો. WhatsApp ની અમુક ખાસ પ્રાઈવસી સેટિંગ્સ ઓન કરીને આ ઓનલાઈન સ્કેમથી બચી શકો છો. તો ચાલો આના વિશે જાણીએ.

whatsapp-scam

પ્રોફાઇલ પિક્ચરની પ્રાઈવસી

જણાવી દઈએ કે ઘણા સ્કેમર્સ તો તમારી પ્રોફાઇલ પિક્ચર  જોઈને પણ ટાર્ગેટ કરી શકે છે. એવામાં હંમેશા પોતાની પ્રોફાઇલને સિલેક્ટેડ લોકો સુધી જ લિમિટેડ રાખો. આને બદલવા માટે WhatsApp ની સેટિંગ્સ > પ્રાઈવસી > પ્રોફાઇલ ફોટોમાં જાઓ અને આ બાદ અહીંથી આને 'My Contacts' કે 'My Contacts Accept' પર સિલેક્ટ કરી લેવાનું છે.  

Whatsappમાં તમારું લાસ્ટ સીન અને અબાઉટ બધુ ઓપન છે, તો એવામાં સ્કેમર્સ તમારી એક્ટિવિટીને ટ્રેક કરી શકે છે. એટલા માટે 'લાસ્ટ સીન' અને 'અબાઉટ' ની પણ પ્રાઈવસી ચેન્જ કરી લો.

WhatsApp-simple

ટુ-સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરો

આ સેટિંગને એક વખત ઑન કર્યા બાદ કોઈ પણ તમારા WhatsApp ને તમારી પરમિશન વિના ઉપયોગ નહીં કરી શકે. આ સેટિંગને ઑન કરવા પર જો કોઈ તમારો OTP પણ ચોરી કરે છે તો પણ તે તમારા WhatsApp એકાઉન્ટનો ઉપયોગ નથી કરી શકતો. સ્કેમરને OTP પછી 6 ડિજિટનો પણ નાખવાનો રહેશે.

આ સેટિંગને ઑન કરવા માટે સૌથી પહેલા WhatsApp સેટિંગ્સમાં જવું.

આ બાદ સેટિંગ્સમાં પ્રાઈવસી > ટુ-સ્ટેપ વેરિફિકેશન પર ક્લિક કરીને આને સેટ અપ કરો.

હવે અહીં તમારે 6 અંકનો પિન સેટ કરવાનો ઓપ્શન મળશે.

છેલ્લે તમારે અહીં પોતાની ઈમેલ આઈડી એડ કરવાની રહેશે જેથી જો તમે પિન ભૂલી જાઓ છો તો પછી આને રીસેટ કરી શકો છો.

ગ્રુપ પ્રાઈવસી બદલો

થોડા સમય પહેલા આવું પણ જોવા મળ્યું હતું કે સ્કેમર્સ પહેલા તો તમને કોઈ ગ્રુપમાં એડ કરી દે છે, જ્યાં મોટી-મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ એકવાર તમે તેમના જાળમાં ફસાઈ જાઓ છો, તો તે તમારું બેંક ખાતું પણ ખાલી કરી શકે છે. તેથી, તમને ગ્રુપમાં કોણ ઉમેરી શકે છે તેની પ્રાઈવસીમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી બની જાય છે. આ બદલવા માટે, તમારે WhatsApp સેટિંગ્સ > પ્રાઈવસી > ગ્રુપ પર જવાની જરૂર છે. હવે 'My Contacts' અથવા 'My Contacts Accept' પર આ સેટિંગ પસંદ કરો.

વધુ વાંચો : કારની આ કંપની લઇને આવી Tesla જેવાં ફીચર્સ, જે આપશે શાનદાર એક્સપીરિયન્સ

Silent Unknown Caller

સ્કેમર્સ અલગ-અલગ નંબરે લોટરી માટે ફોન કરે છે. એવામાં કોને-કોને બ્લોક કરવા તે સમજવું મુશ્કેલ છે. એવામાં તમે એક હિડન સેટિંગને અત્યારે ઑન કરી લો. આની માટે તમારે માત્ર WhatsApp સેટિંગ્સ > પ્રાઈવસી > કોલ્સ વાળા ઓપ્શનમાં જઈને Silent Unknown Caller વાળા ઓપ્શનને ઑન કરવાનો રહેશે.  

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lifestyle news whatsapp scam privacy guide
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ