બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફોનમાં ડેટા ફટાફટ પૂરો થઈ જાય છે? આ ટિપ્સથી આખો દિવસ ચાલશે ફાસ્ટ ઈન્ટરનેટ

ટેક ટિપ્સ / ફોનમાં ડેટા ફટાફટ પૂરો થઈ જાય છે? આ ટિપ્સથી આખો દિવસ ચાલશે ફાસ્ટ ઈન્ટરનેટ

Shilpa Parmar

Last Updated: 11:02 PM, 31 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા ફોનમાં પણ રોજનો ઇન્ટરનેટ ડેટા દિવસ પૂરો થયા પહેલા જ વપરાય જાય છે, તો અપનાવો કેટલીક સ્માર્ટફોન ડેટા સેવિંગ ટિપ્સ.

આજના સમયમાં મોબાઇલ ડેટા આપણા જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ બની ગયો છે. ઓફિસનું કામ હોય કે ઓનલાઈન અભ્યાસ, દરેક જગ્યાએ ઇન્ટરનેટની જરૂર તો પડે જ છે.

આ ડિજિટલ દુનિયામાં ઘણીવાર એવું બને છે કે આપણો રોજનો ઇન્ટરનેટ ડેટા દિવસ પૂરો થયા પહેલા જ વપરાય જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે રોજની મર્યાદા માત્ર 1GB કે 1.5GB હોય. જો તમે પણ ડેટા ઝડપથી પૂરો થઈ જવાથી રોજ હેરાન થાઓ છો, તો જાણી લો કેટલાક ઉપાયો, જેનાથી તમારો ડેટા સેવ થશે.

બેકગ્રાઉન્ડ ડેટાનો ઉપયોગ બંધ કરો

આપણાં ફોનમાં ઘણા એપ્સ આપણી જાણ બહાર બેકગ્રાઉન્ડમાં ઇન્ટરનેટ યુઝ કરતાં રહે છે, જેના કારણે ડેટા ઝડપથી પૂરો થઈ જાય છે. આ બેકગ્રાઉન્ડ એપ્સમાં ડેટા વપરાય ના જાય તેના માટે સૌ પ્રથમ ફોનના સેટિંગ્સમાં જાઓ. તેમ Data Usage પર ક્લિક કરીને App Data Usageમાં જઈને જે એપ્સ જરૂરી ન હોય, તેના બેકગ્રાઉન્ડ ડેટાને બંધ કરી દો. તેનાથી તમારો ડેટા લાંબો સમય ચાલશે.

smartphone

ઓટોમેટિક એપ અપડેટ બંધ કરો

ગૂગલ પ્લે સ્ટોરમાં એપ્સનું ઓટો-અપડેટ ફીચર ઓન રહેવાના કારણે પણ એપ્સ આપોઆપ અપડેટ થતી રહે છે અને આપણો ડેટા તેમાં વપરાય જાય છે. તેના માટે ગૂગલ પ્લેસ્ટોરના સેટિંગ્સમાં જઈને Network Preferences અને Auto-update appsમાં જાઓ. તેમા Over Wi-Fi only વિકલ્પ પસંદ કરો.

ડેટા સેવર મોડ ચાલુ કરો

Android મોબાઇલમાં ‘Data Saver’ નામનું ફીચર હોય છે, જે એપ્સનો બેકગ્રાઉન્ડ ડેટાનો ઉપયોગ નિયંત્રિત કરે છે. તેના માટે સેટિંગ્સમાં જઈને Network & Internet પર ક્લિક કરો. તેમાં Data Saver ફીચર ઑન કરી દો. આ ફીચરથી માત્ર જરૂરી એપ્સ જ ઇન્ટરનેટ વાપરી શકશે.

વીડિયોની ક્વોલિટી ઓછી રાખો

તમારા ફોનમાં YouTube, Instagram, Facebook જેવી એપ્સ પર હાઈ-ક્વોલિટી વીડિયો જોવાથી ડેટાનો વપરાશ વધુ થાય છે. જ્યારે તમે મોબાઇલ ડેટા વાપરો છો ત્યારે વીડિયો સેટિંગ્સમાં જઈને ક્વોલિટી 144p કે 240p રાખો.

વધુ વાંચો : તાત્કાલિક ધોરણે તમારો Gmail પાસવર્ડ ચેન્જ કરી નાખજો! Googleની વૉર્નિંગ આવી છે

Wi-Fi નો ઉપયોગ કરો

જ્યાં પણ Wi-Fi ઉપલબ્ધ હોય ત્યાં મોબાઇલ ડેટા બંધ કરીને Wi-Fi નો ઉપયોગ કરો. સાથે જ WhatsApp, Telegram જેવી એપ્સમાં મીડિયા ફાઇલ્સનું ઓટો-ડાઉનલોડ બંધ કરો અને તેને ફક્ત Wi-Fi પર જ ડાઉનલોડ થવા માટે સેટ કરો. તેના માટે સેટિંગ્સમાં જઈને Storage and Data પર ક્લિક કરીને Media Auto-downloadમાં જઈને When using mobile data વિકલ્પ બંધ કરો. તેનાથી તમારો ઘણો ડેટા બચી જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smartphone tips Background apps Mobile data saving tips
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ